ઈરાનથી મુંબઈ મગફળીના કોથળામાં લાવવામાં આવ્યો હતો 125 કરોડના ડ્રગ્સનો જથ્થો- આ રીતે થયો પર્દાફાશ

મુંબઈ(Mumbai)માં થોડા દિવસો પહેલા યોજાયેલી ક્રુઝ ડ્રગ્સ પાર્ટી(Cruise Drugs Party) હજુ પણ ચર્ચામાં છે. આનું મોટું કારણ આ પાર્ટીમાં શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલા અંગે કેસ હજુ ચાલી રહ્યો છે. દરમિયાન, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની ટીમે મુંબઈના એક બંદર પર દરોડા પાડીને 25 કિલો હેરોઈન જપ્ત કરી હતી. આ હેરોઇન(Heroin)ની કિંમત આશરે 125 કરોડ રૂપિયા છે.

આ હેરોઈનની ઈરાનથી દાણચોરી કરવામાં આવી હતી:
જપ્ત કરાયેલ 25 કિલો હેરોઈનની ઈરાનથી દાણચોરી કરવામાં આવી હતી. તેને મગફળીના તેલના કન્ટેનર સાથે છુપાવીને ભારત લાવવામાં આવ્યું હતું. DRI ની ટીમે નવી મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર દરોડા પાડ્યા હતા અને આ હેરોઈન વધુ આગળ વધે તે પહેલા જપ્ત કરી હતી.

DRI પાસે હેરોઈનની દાણચોરીની બાતમી હતી:
ડીઆરઆઈની ટીમે હેરોઈન જપ્ત કર્યા પછી, આ ટીમના એક અધિકારીએ કહ્યું કે, તેમની પાસે આ દાણચોરી અંગે ગુપ્ત માહિતી છે. આમાંથી, સમય જતાં તેણે નવી મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર દરોડા પાડીને હેરોઈન જપ્ત કર્યું. જપ્ત કરાયેલ 25 કિલો હેરોઇનની કિંમત આશરે 125 કરોડ રૂપિયા છે.

એક આરોપીની ધરપકડ:
ડીઆરઆઈએ નવા શેવા પોર્ટ પર દરોડા પાડીને હેરોઈન જપ્ત કર્યા બાદ નવી મુંબઈના ઉદ્યોગપતિ જયેશ સંઘવીની ધરપકડ કરી છે. ડીઆરઆઈના જણાવ્યા મુજબ, જયેશ ઈરાનથી મગફળીના તેલના કન્ટેનરમાં છુપાવીને હેરોઈન ભારતમાં લાવ્યો હતો. આ સીંગતેલ વૈભવ એન્ટરપ્રાઇઝના સંદીપ ઠક્કરે આયાત કર્યું હતું. ડીઆરઆઈની પૂછપરછ દરમિયાન સંદીપે જણાવ્યું કે તેને હેરોઈનની દાણચોરીની કોઈ જાણકારી નથી. તેમને આ આયાત માટે 10,000 રૂપિયાની ઓફર કરવામાં આવી તી. વહળી, બંને 15 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. આ માન્યતા પર સંદીપે આ ઓફર સ્વીકારી.

જયેશને 11 ઓક્ટોબર સુધી ડીઆરઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે:
જયેશ પર ડીઆરઆઈ દ્વારા હેરોઈનની દાણચોરીના સંબંધમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે તેને 11 ઓક્ટોબર સુધી ડીઆરઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *