હીંગ રસોડામાં હાજર મસાલાઓમાંનો એક મસાલો છે, જેનો ઉપયોગ કોઈપણ શાકભાજીમાં કોઈપણ રીતે થઈ શકે છે. એટલે કે, એક ચપટી હિંગ તમારા ભોજનનો સ્વાદ બમણો જ નહીં, પરંતુ તેની સુગંધ શાકભાજીની સુગંધને પણ વધારે છે. ઘણા લોકોને હીંગનું સેવન એટલું ગમે છે કે તેઓ હીંગ ઉમેર્યા વગર શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા. પરંતુ શું તમે જાણો છો કે ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવા ઉપરાંત, હીંગનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. ફક્ત હિંગ જ નહીં, પરંતુ જો તમે પાણીમાં હીંગ નાખીને રોજ પીતા હોવ તો પણ તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. જાણો હીંગનું પાણી પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
આ રીતે હિંગનું પાણી બનાવો.
હિંગનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. તમે માત્ર એક ગ્લાસ નવશેકું પાણી લો. તેમાં અડધી ચમચી હિંગ પાવડર ઉમેરો. ખાલી પેટ તેનું સેવન કરવાથી તમને વધુ ફાયદો થશે.
હિંગનું પાણી પીવાના ફાયદાઓં:
પાચન સારું કરે છે.
હિંગનું પાણી પીવું પાચન માટે સારું માનવામાં આવે છે. તેનું સેવન શરીરમાંથી હાનિકારક ઝેર દૂર કરે છે. જે તમારા પાચન માટે ઉત્તમ છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે.
મોટાભાગના લોકો વધેલા વજનથી પરેશાન થાય છે. જો તમે પણ વધતા વજનની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો આહારમાં એક ગ્લાસ હીંગ પાણીનો સમાવેશ કરો. તે ચયાપચયમાં સુધારો કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
માથાના દુ:ખાવામાં રાહત આપશે.
ઘણા લોકોને માથાના દુ:ખાવાની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં તમારા માટે હીંગનું પાણી પીવું સોંથી સારું માનવામાં આવે છે. હિંગમાં બળતરા વિરોધી ગુણધર્મો આવેલા હોય છે જે માથાના દુ:ખાવાની સમસ્યામાં રાહત આપે છે. આ સાથે, તે રક્ત વાહિનીઓમાં પણ સોજો ઘટાડે છે. જેથી તમને માથાના દુ:ખાવાની સમસ્યામાં રાહત મળે.
બીપી કંટ્રોલ કરવામાં મદદરૂપ.
હીંગમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે લોહીના થતા ગંઠાને અટકાવવાનું કામ કરે છે. આ સાથે, તે લોહીના પ્રવાહને સુધારવામાં પણ અસરકારક માનવામાં આવે છે. આ કારણોસર, હાઈ બીપીના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.