કાચા દૂધનું સેવન કરવાને કારણે શરીરમાં આપને પણ થઈ શકે છે આ જીવલેણ બીમારી – જાણો અહી…

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં આપણા સ્વસ્થ્યનું ધ્યાન રાખવું એ ખુબ જ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જવાને કારણે ઘણાં લોકો એનો શિકાર બને છે, ત્યારે અમે આપનાં માટે એક જાણકારી લઈને આવ્યાં છીએ.

કાચુ દૂધ પીવાંથી થતાં લાભ વિશે તો આપને જાણ હશે જ પણ તમે ભાગ્યે જ જાણતાં હશો કે જ્યારે પ્રાણીનાં આંચળમાંથી દૂધ કાઢતી વખતે સંપૂર્ણ સ્વચ્છતાની કાળજી રાખવામાં આવતી નથી, તો પછી આવાં દૂધનું સેવન કરવાંથી બ્રુસેલોસિસ નામની બીમારી પણ થઈ શકે છે.

આ બીમારી જીવલેણ બ્રુસેલા જીનસનાં બેક્ટેરિયલ સમૂહ દ્વારા ફેલાતી હોય છે પરંતુ એ જીવલેણ નથી.ચેપગ્રસ્ત માતાને સ્તનપાન કરાવવાને કારણે બાળકમાં ચેપ લાગી શકે છે. આ રોગનાં લક્ષણો એકદમ સ્વાઇન ફ્લૂ જેવાં જ છે. જેમ કે ભૂખ ઓછી લાગવી, શરદીનો તાવ, કમરનો દુખાવો, ચુસ્તી તેમજ ચક્કર આવવાં, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, સાંધાનો દુખાવો તેમજ વજનમાં ઘટાડો થવો.

કાચા દૂધનાં સેવનને કારણે થતી સમસ્યા :
આરોગ્ય નિષ્ણાતોનાં મત અનુસાર જ્યારે પણ કોઈ પ્રાણીનું દૂધ દોહવામાં આવે છે ત્યારે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ તો હોય છે પરંતુ દૂધ લેતાં સમયે સ્વચ્છતાની કાળજી રાખવામાં આવતી નથી.સ્વચ્છતાની ગેરહાજરીમાં દૂધ જંતુથી દૂષિત પણ થઈ શકે છે તેમજ પ્રાણીનાં મળની સાથે સંપર્કમાં પણ આવી શકે છે.

જ્યારે પણ આવું થાય છે ત્યારે દૂધનું સેવન કરતાં લોકોને કેટલાંક રોગોનો સામનો કરવો પડે છે.સંક્રમિત કાચા દૂધને પીવાથી પેટનાં નીચેનાં ભાગમાં અતિશય દુખાવો, ડાયેરિયા તેમજ ઉલટી થવાની પણ શક્યતા ઘણી વધતી જાય છે. આની સાથે જ વધી રહેલ લક્ષણોની સાથે સમસ્યા પણ ઘણી વધી શકે છે.

જો વ્યક્તિ ઘણાં લાંબા સમય સુધી કાચા દૂધનું સેવન કરે છે, તો એને લકવો જેવાં ગંભીર રોગનો પણ સામનો કરવો પડી શકે છે. આમ તો આ ભાગ્યે જ થતું હોય છે પણ શક્યતા રહેલી છે.આ રોગથી બચવા માટેની સૌથી મહત્વની વાત એ છે, કે આપણે દૂધને ગરમ કર્યા બાદ જ એનો ઉપયોગ કરવો જોઈએ.

દૂધમાં રહેલ ઘણાં વાયરસ તથા સૂક્ષ્મ જીવજંતુઓ દુધને ગરમ કરવાંને કારણે મૃત થઈ જતાં હોય છે પણ આરોગ્ય નિષ્ણાતો એવું પણ જણાવે છે, કે ગરમ કરવાંને કારણે દૂધની ગુણવત્તા ઘણી ઓછી થઈ જાય છે. જો દૂધ સંપૂર્ણ શુદ્ધતાની સાથે કાઢવામાં આવે છે, તો કાચુ દૂધ ગરમ કરેલ દૂધ કરતાં પણ વધરે પૌષ્ટિક છે.

બેક્ટેરિયાને દૂધમાં વધતાં જતાં અટકાવવાનો ઉત્તમ ઉપાય તો એ છે, કે જ્યારે દૂધને ગરમ કર્યાં બાદ એ ઠંડુ થાય ત્યારે એને ફ્રિજમાં સ્ટોર કરવું જોઈએ. પોષક તત્વોનું ધ્યાન રાખીને કુલ 2 દિવસમાં દૂધને પૂરું પણ કરી દેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *