વેજિટેરિયન ફૂડ ખાઇને હિરો જેવી બોડી બનાવવા માંગો છો, તો અપનાવ આ ઉપાય

દરેક યુવક બોલિવૂડ/હોલીવુડના હિરો જેવી બોડી, અને સિક્સપેક બનાવવા માંગતા હોય છે. લોકો એવું ઇચ્છતા હોય છે કે રિતિક જેવી ચેસ્ટ હોય અને રણવીર જેવા…

દરેક યુવક બોલિવૂડ/હોલીવુડના હિરો જેવી બોડી, અને સિક્સપેક બનાવવા માંગતા હોય છે. લોકો એવું ઇચ્છતા હોય છે કે રિતિક જેવી ચેસ્ટ હોય અને રણવીર જેવા સિક્સપેક્સ બનાવવા છે. પણ આ એક્ટરો આવી ચેસ્ટ અને બોડી બનાવવા માટે ખાસ પ્રકારના ડાયેટ કર્યા હોય છે.

અને તે આપણા શાકાહારી ભોજન સાથે તેવા ચેસ્ટ બનવા થોડા મુશ્કેલ છે, પરંતુ અશક્ય તો નથી જ. જો તમે વેગન કે વેજિટેરીયન ભોજન સાથે હિરો જેવી બોડિ બનાવવા ઈચ્છો છો, તો તમારે કસરત સાથે ડાયેટમાં અન્ય ખોરાક સાથે આ ફૂડ પણ સમાવવા જોઇએ. જે તમારા મસલ્સના વિકાસમાં મદદરૂપ થશે.

નટ્સ :- વર્ષોથી આપણે ત્યાં દાગાસિંગ જેવા મોટા મોટા પહેલવાનો પણ બદામ અને બદામના દૂધ પીવા પર ભાર મૂકતા આવ્યા છે. કારણ કે તે પ્રોટીનનું મેળવવાં માટેનું સારું સોર્સ છે. અને તમે પણ પ્રોટીન યુક્ત ભોજન જમવા ઈચ્છો છો. તો એક કપ એટલે કે આશરે 30 ગ્રામ બદામ, અખરોટ, પિસ્તા જેવા નટ્સ તમારે પણ ખાવા જોઇએ. આ સાથે જ અન્ય સૂકામેવાઓંનો પણ તમે તમારી ડાયેટમાં સમાવેશ કરવો જોઈએ.

ક્વિનોઆ :- ક્વિનોઆમાં 9 જરૂરી એમિનો એસિડ હોય છે. અને તેમાં પ્રોટિન સાથે જટલ કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય છે. સાંજના ભોજનમાં ક્વિનોઆ અને બાઇલ વેજિટેબલ જમવું જોઈએ.

ટોફરૂ અને પનીર :- ટોફરું અને પનીર એ પણ પ્રોટિનનો સારો સોર્સ છે. સાથે જ લસ્સી પીવાનું રાખો. તે પેટ માટે પણ સારી છે. અને તેમાંથી કેલિશ્યમ ખુબ સારા પ્રમાણમાં આપે છે.

વિવિધ પ્રકારના બીજ :-  ફ્લેક્સ બીજ, ચિયા બીજ, તલ અને સૂર્યમૂર્ખીના બીજનું સેવન કરવું એ પણ લાભદાયક છે. આ ઉપરાંત લીલા શાકભાજી અને ફળો પણ તમે તમારી ડાયેટમાં લઇ શકો છો. કેળા અને સફરજનને તમે સવારે જીમ જતા પહેલા કે પછી લઇ શકો છો. એ ફળો તમને એનર્જી આપશે.

પ્રોટીન શેક :- આ સિવાય તમે પ્રોટિન શેક પણ લઇ શકો છો. તથા ઉપરાંત શતાવરીનો છોડ, લીલા પાંદળાવાળા શાક અને ચીઝ તથા દૂધની બનાવટોનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત બ્રાઉન રાઇઝ, ઓટ્સ પણ તમને શરીરમાં સારા પ્રમાણમાં ફાઇબર આપશે અને એ પણ લો-ફેટ સાથે. સાથે જ તમારા પાણી પીવાનું પણ વધારી શકો છો.

આ તમામ પ્રકારની ણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે.અને હા, આ ઉપાયોનો ઉપયોગ કરવા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *