ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાં ગેરકાયદે દારૂ વેચાણનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. તેવામાં જુહાપુરા વિસ્તારમાં કોરોનાગ્રસ્ત મહિલા બૂટલેગર જ દારૂ વેચતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે મહિલા બૂટલેગરનાં ઘરે દરોડા પાડીને 2.32 લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ જુહાપુરના પ્રિન્સ ડુપ્લેક્ષમાં રહેતી અને વેજલપુર પોલીસ સ્ટેશનની લિસ્ટેડ બૂટલેગર નસીમબાનુ કુરેશીના ઘરે પીસીબીએ દરોડા પાડીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 20 દિવસ પહેલાં જ દારૂના વેચાણ મામલે પોલીસે તેની ધરપકડ કરી હતી. પણ કોરોના પોઝિટિવ આવતાં તેને જામીન મળ્યા હતા. જે બાદ તે ઘરે જ ક્વોરન્ટાઈન થઈ હતી. અને ઘર બહાર પણ ક્વોરન્ટાઈનનું બોર્ડ મારેલું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલા કોરોના પોજીટીવ હતી. તેનો રીપોર્ટ આ મહિલાએ પોતે થોડા દિવસ પહેલા કરાવ્યો હતો. કોરોના હોવા છતાં પણ આ મહિલાએ ઘરે બેઠાં દારૂનું વેચાણ શરૂ કરી દીધું હતું. પીસીબીએ બાતમીના આધારે રેડ પાડીને મહિલા બૂટલેગરને ઝડપી પાડી હતી. ઘરની બહાર ક્વોરન્ટાઈનનું બોર્ડ અને કોરોનાગ્રસ્ત હોવાને કારણે પોલીસને વિશેષ કાળજી પણ લેવી પડી હતી. મહિલાની પુછપરછમાં સામે આવ્યું કે મહિલાએ બિહારથી દારૂ મંગાવ્યો હતો. અને આ ઉપરાંત પોતાના ભાઈ સાથે મળીને તે ગોમતીપુરમાં રહેતાં અકબરઅલી પાસેથી દારૂનો જથ્થો મગાવતી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસે ગોમતીપુરના મકાનમાંથી 684 બોટલ દારૂ અને 120 નંગ બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ પહેલા પણ કોરોનાગ્રસ્ત મહિલા બૂટલેગર પાસેથી અનેક લોકો દારૂ લઈ ગયા છે. જેને કારણે અનેક લોકોને કોરોનાનું સંક્રમણ લાગી શકવાની સંભાવના છે. અને આ મામલે વેજલપુર પોલીસ પણ સવાલોનાં ઘેરામાં આવી ગઈ છે. 20 દિવસ પહેલાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે આ મહિલાની દારૂ વેચવા ધરપકડ કરી હતી. અને 20 દિવસ બાદ પણ સ્ટેટ મોનિટરિંગ સેલે જ મહિલાના ઘરમાંથી દારૂ ઝડપ્યો હતો. તો વેજલપુર પોલીસને આ મામલે કોઈ જાણ જ ન હતી કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP