હરિયાણાનાં પાણીપત જિલ્લામાં એક ચોંકાવનારા બનાવમાં ટ્રક ચાલકનું મૃત્યુ થયું છે. ઘટના ટ્રકનું ટાયર બદલતી વખતે બની. ટ્રકની સ્ટેપની લગાવતા સમયે ટાયર ફાટી ગયું તેમજ જોરદાર ધડાકાની સાથે ચાલક અન્ય ટ્રક પર જઈને ટકરાયો. ચાલકની બન્ને જાંધ ફાટી ગઈ, જેનાં કારણે તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસે મૃતદેહને સિવિલ હૉસ્પિટલની મોર્ચરીમાં રખાવી છે.
ઉલ્લેખનીય એ છે કે, 40 વર્ષનો વિનોદ કુમાર ગયા 6 માસથી ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. બુધવારનાં રોજ વિનોદ રિફાઇનરીથી ટ્રક લોડ કરીને ટ્રાન્સપોર્ટ નગર પહોંચી ગયો. ત્યાં એને નવું ટાયર બદલીને સ્ટેપની હટાવવાની હતી. વિનોદે સ્ટેપની હટાવીને નવું ટાયર લગાવી દીધું. એ પછી તે સ્ટેપનીને ટ્રકમાં ફીટ કરવા માટે લાગ્યો. જેવી એણે સ્ટેપની ઉઠાવી તો ધડાકાની સાથે ટાયર ફાટી ગયું.
ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ
ધડાકો એટલો બધો જોરદાર હતો કે, વિનોદ ઉછળીને તેની બાજુમાં ઊભેલી ટ્રકને ટકરાયો. આખા ટ્રાન્સપોર્ટ નગર બ્લાસ્ટથી ગૂંજી ઉઠ્યું. ધૂળ હટતા આજુબાજુનાં લોકોએ જોયું તો વિનોદની બન્ને જાંધ ફાટી ગઈ હતી તેમજ તે બેભાન થઇ ગયો હતો. લોકોએ પોલીસ તેમજ એમ્બ્યૂલન્સને જાણ કરી. મામલાની સૂચના મળતાં તાત્કાલિક પોલીસ વિનોદ કુમારને લઈને સિવિલ હૉસ્પિટલમાં પહોંચી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હૉસ્પિટલમાં રખાવી
પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ અર્થે પાણીપતની સિવિલ હૉસ્પિટલમાં રખાવી દીધી. બીજી બાજુ સેક્ટર 11-12 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રમોદ કુમારે કહ્યું કે, સૂચના મળી હતી કે સેક્ટર 11-12માં ઘટના સર્જાઈ છે. એ પછી બનાવ સ્થળે પહોંચ્યા તેમજ વિનોદને હૉસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો. વિનોદનાં પરિજનોને જાણ કરી છે. મોડી સાંજ સુધી પણ વિનોદનો પરિવાર હૉસ્પિટલ પહોંચ્યો ન હતો. એ પછી ગુરુવારનાં રોજ શબનું પોસ્ટમોર્ટમ કરશે. પરિજનોની ફરિયાદ મળતાં આગળની કાર્યવાહી ચાલુ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle