કાર ઉપર ડાન્સ કરી રહી હતી દુલ્હન, અચાનક પુરપાટ ઝડપે કાર આવી અને…

હાલમાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે ભારે વધારો જોવા મળ્યો છે. અકસ્માતને લીધે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે. અકસ્માતમાં ઘણાં લોકો ઘટના સ્થળે જ મૃત્યુ…

હાલમાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે ભારે વધારો જોવા મળ્યો છે. અકસ્માતને લીધે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે. અકસ્માતમાં ઘણાં લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામતા હોય છે. આ દરમિયાન હજી એક અકસ્માત સામે આવ્યા છે જેમાં એક દુલ્હન કાર ઉપર ડાન્સ કરી રહી હતી અને તેની સાથે અકસ્માત સર્જાયો.

મંગળવારે રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો. હાઈવે પરની એક જાનમાં દુઃખ છવાય ગયું જયારે એક અનિયંત્રિત કરે કેટલાંક જાનૈયાઓને જપેટમાં લઇ લીધા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે દુલ્હન કારના સનરૂફ પર નાચતી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ લગ્ન પ્રસંગમાં અરાજકતા ફેલાઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે, આ ઘટના બાદ આરોપી ડ્રાઈવર સ્થળ પરથી કાર છોડીને ભાગી ગયો હતો. બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને નવી મંડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મૃતક વ્યક્તિનું નામ પ્રમોદ જણાવવામાં આવી રહ્યું છે. આ યુ.પી.ના મુઝફ્ફરનગરની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *