Accidents in Surat: સુરતમાં કાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. શહેરના ડિંડોલીમાં કાર ચાલકે એક બાઈક ચાલકને અડફેટે લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો .કાર ચાલકે બાઈક ચાલકને(Accidents in Surat) એવી રીતે અડફેટે લીધો કે જેમાં બાઈક તેની કારમાં ફસાઈ ગઈ હતી. ત્યાર પછી 700થી 800 મીટર સુધી ઢસડ્યો હતો. સાથે અડધા રસ્તા સુધી બાઈક ચાલકને પણ ઢસડ્યો હતો.
સદનસીબે ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઘટનાને લઇ રસ્તા પરથી લોકો બૂમો પાડતા રહ્યા, પરંતુ કારચાલક ફૂલઝડપે ભાગી ગયો હતો.
ડીંડોલીમાં સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના
શહેરમાં એક પછી એક નબીરાઓના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.રાત્રિના સમયે ઓવર સ્પીડમાં ચલાવનાર નબીરાઓ અકસ્માત સર્જી રહ્યા છે.સુરતમાં વધુ એક ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.શહેરના ડીંડોલી વિસ્તારમાં કાર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને અડફેટે લઈ ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે.ડીંડોલીના શુભ વાટિકાથી સુમુખ સર્કલ સુધી આ અકસ્માતની ઘટના સર્જાય હતી.
કાર ચાલકે બાઈકને પોતાની સાથે 800 મીટર ઢસડી
ડીંડોલીના શુભ વાટિકા પાસેથી પસાર થતા રોડ પરથી હોન્ડા સાઈન ગાડી પર એક યુવક રાત્રે 8:00 વાગ્યાના સમય દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ફૂલ ઝડપે ઓવર સ્પીડમાં રસ્તા પર દોડી રહેલા કારચાલકે પાછળથી યુવકને અડફેટે લીધો હતો. કારચાલકે યુવકને ડીંડોલીના શુભ વાટીકા પાસે ટક્કર મારી સુમુખ સર્કલ સુધી ઢસડીને લઈ ગયો હતો. કારચાલકે પાછળથી ટક્કર માર્યા પછી બાઈક કારની નીચે ફસાઈ ગઈ હતી અને તેની સાથે યુવક પણ ફસાઈ ગયો હતો. આજ રીતે કારચાલક રસ્તા પરથી યુવકને ઢસડતો ઢસડતો શુભ વાટિકાથી લઈ ડીંડોલીના સુમુક સર્કલ સુધી લઈ ગયો હતો.
સમગ્ર ઘટના CCTVમાં કેદ
હિટ એન્ડ રનની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે,કારચાલક તેની કારની નીચે બાઇકને ઢસડીને લઈ જઈ રહ્યો છે. રસ્તા પરથી તણખલાઓ પણ ઉડતા જોવા મળ્યા હતા. તેમ છતાં કારચાલકે કાર ઊભી ન રાખી ને ફરાર થઈ ગયો.
સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો
હિટ એન્ડ રનની આ ઘટનામાં બાઈક ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. બાઈકની સાથે ચાલક પણ કારમાં અકસ્માત સાથે ફસાઈ ગયો હતો. કાર ચાલક તેને પણ અડધી રસ્તે સુધી ઢસડી ગયો હતો, પરંતુ બાઈક ચાલક યુવક અધવચ્ચેથી ફંગોળાઈ જતા તેને હાથ અને પગમાં ઘણી ઇજાઓ પહોંચી હતી.
View this post on Instagram
અકસ્માત સર્જી કારચાલક ફરાર છતાં પોલીસ નિષ્ક્રિય
ઘટના સર્જાયા પછી બનાવની જાણ ડીંડોલી પોલીસને થતા પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો.આ ગંભીર અકસ્માતમાં કોઈ જ પ્રકારની તપાસ હાથ ધરી ન હતી. ભોગ બનનાર યુવક આ અંગે ફરિયાદ ન કરતા પોલીસે પણ પોતાની નિષ્ક્રિયતા દાખવી હતી.પીઆઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અકસ્માત ના બનાવ અંગે અમને જાણ થઈ છે, પરંતુ હજુ સુધી અકસ્માતને લઈ કોઈ ફરિયાદ કરવા પહોંચ્યું નથી. જેથી આ અંગે હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube