કેદારનાથ જતા અમદાવાદના રહેવાસી સહિત 5 લોકોના રોડ ભૂસ્ખલનમાં મોત

5 Gujarati died in landslide: ઉતરાખંડના રુદ્રાપ્રયાગથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં તારીખ 10 ઓગસ્ટે ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, રુદ્રા પ્રયાગના ફાટા પાસે તારીખ 10 ઓગસ્ટને રોડ પર કાટમાલ જમા થઈ ગયો હતો. આ અંગેની માહિતી મોડી મળતા રાત્રે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, જ્યારે રોડ પરથી કાટમાળ(5 Gujarati died in landslide) હટાવામાં આવી તો તેની નીચેથી એક કાર જોવા મળી હતી. જેમાં પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

રુદ્રપ્રયાગમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ જણાવ્યું છે કે, 10 ઓગસ્ટની સાંજે એક કાર ફાટા નજીકના રસ્તા ના ઉપરના ભાગથી આવતા ભારે ખડકો અને કટમાળથી અથડાઈ ગઈ કાટમાળ માં એક વાહન દબાવ્યું હોવાની માહિતી મળી ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમે તહસીલદાર SDRF અને NDRF એ પોલીસની ટીમને સતત બચાવવાની કામગીરી કરી રહી હતી.

અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં 4 અમદાવાદના રહેવાસી
તેમને વધુમાં જણાવ્યું છે કે,આજે સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે જીસીબી દ્વારા કાટમાં હટાવવામાં આવ્યો ત્યારે એક કાર તેમાંથી મળી આવી હતી. જેમાં પાંચ લોકો સવાર હતા. જો વાહનમાં મૃત મળી આવ્યા હતા. જ્યારે આ લોકોની ઓળખ કરવામાં આવી તો તેઓ અમદાવાદના મણીનગરના રહેવાસી જીગર આર મોદી, દેસાઈ મહેશ, મનીષકુમાર, મીન્ટુ કુમાર, પરીખ દિવ્યાસ. આ પાંચ વ્યક્તિના આ કારમાં દટાઈ જવાથી તેમના મોત નિપજયા છે. પાંચ વ્યક્તિને ઓળખ તેમની પાસેથી મળી આવેલા ડોક્યુમેન્ટ પરથી થઈ રહી છે. મૃતદેહ સાથે મળી આવેલા અલગ પત્ર મુજબ ત્રણ લોકો ગુજરાતના અને એક વ્યક્તિ હરિદ્વારનો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાટમાળ હટાવવા જતા દટાયેલી કાર મળી
મળતી માહિતી અનુસાર, જ્યારે પહાડ પરથી કટમાળ અને પથ્થરો વાહન પર પડ્યા ત્યારે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે કાર ત્યાંથી પહેલા પસાર થઈ હશે પરંતુ જ્યારે ધૂળ સ્થિર થઈ ત્યારે જાણવા મળ્યું કે કાર  સંપૂર્ણપણે પથ્થરો અને કટમાળમાં ફસાઈ ગઈ હતી રસ્તો સાફ કરવા માટે હટાવવામાં આવી રહ્યો હતો. જ્યારે એક વાહન નંબર UK 07 TB 6315 કડમાળની નીચે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે.

બચાવ ટીમો કામે લાગી 
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ રાજવેને માહિતી આપી છે કે 10 ઓગસ્ટ 2023 ની સાંજે છેલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમે SDRF,NDRF સહિત પોલીસ ની ટીમે પણ બચાવ કામગીરી ચાલુ કરી દીધી હતી. જાણકારી મુજબ અમદાવાદ મણીનગરના રહેવાસી જીગર મોદી સહિત બીજા ચાર લોકો હરિદ્વાર થી કેદારનાથ ગાડી લઈને છતાં ગાડી પર લેન્ડસ્કેપિંગ થયું ને પણ તે પાંચ લોકોના મોત નીપજ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *