ભંગાર થઇ જશે આટલા વર્ષ જૂની કાર, શું છે મોદી સરકારનો નવો પ્લાન?- જાણો જલ્દી નહીતર…

Published on: 4:43 pm, Sat, 31 July 21

ગુજરાત: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલી સ્ક્રેપ પોલિસીમાં રાજ્ય સરકાર આંશિક સુધારા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં બજેટ સત્ર દરમિયાન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, સ્ક્રેપ પોલિસીના નીતિ-નિયમો પર ચર્ચા વિચારણા થઈ રહી છે. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જ પોલિસી લાગુ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, સમગ્ર દેશના માર્ગો પરથી જૂના વાહનો હટાવવા મુદ્દે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુપણ દેશમાં 2 કરોડથી વધુ જૂના વાહનો માર્ગો પર દોડી રહ્યાં છે. પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબે દ્વારા લોકસભામાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પર્યાવરણ મંત્રી અશ્વિની ચૌબેએ ગૃહમાં માહિતી આપતા કહ્યું હતું કે, ‘દેશમાં 20 વર્ષથી જુની સૌથીવધુ 39 લાખ 48 હજાર વાહનો કર્ણાટકમાં છે.

ઉપરાંત, 36 લાખ 14 હજાર વાહનો દિલ્હીમાં છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 26 લાખ 20 હજાર, કેરળમાં 20 લાખ 67 હજાર, તામિલનાડુમાં 15 લાખ 99 હજાર તથા પંજાબમાં 15 લાખ 32 હજાર વાહનો એવા છે જે 20 વર્ષ જુના છે. જાણવા મળ્યું છે કે, દેશમાં કુલ 2 કરોડ 14 લાખ વાહનો એવા છે જે 20 વર્ષથી જૂના છે. જોકે, તેમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વિપના આંકડા સામેલ નથી, કારણ કે આ રાજ્યો કેન્દ્રી વાહન પોર્ટલ પર નથી.’ જુના વાહનોને માર્ગો પરથી હટાવવા મામલે જ કેન્દ્ર દ્વારા આ વર્ષે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના સ્ક્રેપ પોલિસીના નવા નિયમો જાહેર થયા બાદ મહદ અંશે સુધારા–વધારા કરીને ગુજરાતમાં પણ સ્ક્રેપ પોલિસીના નીતિનિયમો લાગુ કરવામાં આવશે. રાજ્યમાં 20 વર્ષ થયેે વાહનોને સ્ક્રેપ કરવાની વિચારણાં, ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભા મેજ પર રજૂ કરવામાં આવશે. નવા નિયમો અનુસાર, વર્ષ 2005 પહેલાંના વાહનો સ્ક્રેપ થશે. ગુજરાતમાં 2 વ્હીલર અને 4 વ્હીલરને 15 વર્ષ વર્ષની વયમર્યાદા આપવામાં આવશે. ગુજરાતમાં અલંગ અને કચ્છ ખાતે સ્ક્રેપ વ્હીકલ પાર્ક આવેલા છે.

રાજ્યમાં વર્ષ 2005 પહેલાંના વાહનોની વિગતો
વર્ષ 2000-2001ના ટ્રાન્સપોર્ટ વાહનો 8,26,046 જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 47,49,994 મળી કુલ વાહનો 55,76,040

વર્ષ 2001-2002ના ટ્રાન્સપોર્ટ વાહનો 8,58,113 જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 51,49,856 મળી કુલ વાહનો 60,07,969

વર્ષ 2002-2003ના ટ્રાન્સપોર્ટ વાહનો 8,99,284 જયારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 56,09,086 મળી કુલ વાહનો 65,08,370

વર્ષ 2003-2004ના ટ્રાન્સપોર્ટ વાહનો 9,51,943 જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 61,35,597 મળી કુલ વાહનો 70,87,640

વર્ષ 2004-2005ના ટ્રાન્સપોર્ટ વાહનો 10,16,149 જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનો 68,01,123 મળી કુલ વાહનો 78,17,272

15 વર્ષ જૂના વાહનોને હટાવવા માટે મોદી સરકારનો છે આ પ્લાન
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર 15 વર્ષ જૂનાં વાહનોને સડકથી હટાવવા માટે સ્ક્રેપ પોલિસી લાવી રહી છે. એનો હેતુ 15 વર્ષ જૂની ગાડીઓને પ્રોત્સાહન આપવાનો છે. એ માટે વાહનોના Re-Registration કરવા પર અનેક ગણો ટેક્સ લેવાનો પ્રસ્તાવ છે.

સ્ક્રેપેજ પોલિસીમાં 15 વર્ષ જૂની ગાડીઓને સડક પરથી હટાવવાની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી છે. પરંતુ, એવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. આ ઉપરાંત, રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની ફીને વધારીને બેથી ત્રણ ગણી કરી દેવામાં આવી છે. જેનાથી વાહનમાલિકને જૂની ગાડીઓને વેચીને નવી ગાડી ખરીદવા માટે આકર્ષિત કરવામાં આવશે.

જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાશે. ઉપરાંત જૂના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિથી અન્ય સેક્ટરને પણ ફાયદો થશે. કેમ કે, નવા વાહનોની માંગ અને ઉત્પાદન વધારવા માટે કાચા માલની જરૂરિયાત પણ રહેશે. જયારે સ્ટીલ, એલ્યુમિનિયમ અને રબર સેક્ટરને પણ લાભ થશે. આ ક્ષેત્રમાં નવા રોજગારની તકોનું પણ સર્જન થશે તેમજ અર્થવ્યવસ્થા ઝડપથી ફરવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.