વિડીયો: ઈન્સ્પેક્ટરના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો- એટલા રૂપિયા મળ્યા કે, મશીન પણ ગણી-ગણીને થાક્યું

સર્વેલન્સ વિભાગની ટીમે બિહાર(Bihar)ના પટના શહેરના સુલતાનગંજ(Sultanganj) વિસ્તારમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર(Drugs Inspector Jitendra Kumar)ના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ટીમે નોટોથી ભરેલી 5 બોરીઓ, જમીનના ડઝનેક કાગળો, સોના-ચાંદીના દાગીના, ચાર લક્ઝરી કાર અને અનેક બેંકોના એટીએમ કાર્ડ જપ્ત કર્યા હતા.

હકીકતમાં, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમાર વિરુદ્ધ તકેદારી વિભાગ દ્વારા અધિક પ્રમાણમાં સંપત્તિ છે તેને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટમાંથી દરોડા પાડવાની પરવાનગી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સર્વેલન્સ વિભાગની ટીમે પટના શહેરના સુલતાનગંજ, પટનાના ગોલા રોડ, જહાનાબાદ અને ગયા સ્થિત ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમારના સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટીમે કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલકતો હસ્તગત કરી હોવાનું બહાર આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સર્વેલન્સ વિભાગના અધિકારીનું કહેવું છે કે, જિતેન્દ્રના ચારેય સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જપ્ત કરાયેલા માલની ગણતરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 4 કરોડથી વધુની વસૂલાત થઈ હોવાનો અંદાજ છે. નોટો ગણવા માટે નોટ કાઉન્ટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમાર ફરાર:
સર્વેલન્સ વિભાગના ડીએસપી સુરેન્દ્ર કુમાર મૌરે જણાવ્યું હતું કે અધિક સંપત્તિ કેસમાં ડ્રગ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હાલમાં આ એફઆઈઆરના આધારે જિતેન્દ્ર કુમારના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ જીતેન્દ્ર કુમાર ફરાર છે.

અત્યાર સુધીમાં જંગી રોકડ રકમ, જમીનના ઘણા કાગળો, સોના-ચાંદીના દાગીના, ચાર લક્ઝરી કાર સહિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. નોટોની ગણતરી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *