એક ગંભીર ગુનો કરવાં બદલ બિલાડીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં બંધ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં તે જેલમાંથી છટકી પણ ગઈ હતી. આ ઘટના શ્રીલંકાની છે. ડેઇલી મેઇલનાં અહેવાલ મુજબ બિલાડીનો ઉપયોગ દવાની તેમજ સિમકાર્ડની દાણચોરીમાં કરવામાં આવી રહ્યો હતો.
શ્રીલંકાની ઉચ્ચ સુરક્ષા વેલીકડા જેલનાં ગુપ્તચર અધિકારીઓને શનિવારનાં રોજ એક બિલાડી દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિની જાણકારી મળી હતી. સ્થાનિક પોલીસ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે બિલાડીમાંથી કુલ 2 ગ્રામ હેરોઇન, 2 સીમકાર્ડ્સ તથા મેમરી ચિપ પણ મળી હતી.
પોલીસનું કહેવું છે, કે બિલાડીના ગળામાં એક પેકેટ પણ બાંધેલું હતું. જેમાં આ તમામ સામાન રાખવામાં આવ્યો હતો. સ્થાનિક અખબાર અરુણાનાં જણાવ્યા અનુસાર, બિલાડી રવિવારનાં રોજ જેલનાં ઓરડામાંથી ભાગી પણ ગઈ હતી.શ્રીલંકામાં ડ્રગની ખુબ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
શ્રીલંકાની ઉચ્ચ સુરક્ષા વેલીકડા જેલમાં તાજેતરનાં સમયમાં જ ડ્રગ્સ, ફોન તથા ચાર્જર્સની પુન:પ્રાપ્તિની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ગયા સપ્તાહમાં જ શ્રીલંકાની પોલીસે કોલંબોમાં એક ગરુડ પણ પકડ્યું હતું. પોલીસે જણાવતાં કહ્યું હતું, કે ડ્રગ તસ્કરો સપ્લાય કરવા માટે ગરુડનો પણ ઉપયોગ કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP