આજકાલ સતત દેશનું યુવાધન ઉંધા રવાડે ચડી રહ્યું છે. પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવ્યા છે. સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વારા લગભગ 19.60 લાખ રૂપિયાનું 1.96 ગ્રામ MD ડ્રગસ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેરને નશામુક્ત કરવા માટે સુરત પોલીસ દ્વારા સખ્ત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જોકે, હજુ પણ આ કારોબાર ચાલી રહ્યો છે અને યુવાધનને બરબાદ કરવા અનેક લોકો સક્રીય છે. આ દરમિયાન આવા જ નશાનો કારોબાર કરનાર ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સુરતના પૂના વિસ્તારમાં નિયોલચેક નાકાથી મળેલ બાતમીના આધારે 19.60 લાખ રૂપિયાનું 1.96 ગ્રામ MD ડ્રગસ ઝડપી પાડ્યું છે. જયારે તેમાંથી વોન્ટેડ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રાંદેર વિસ્તારનો ઇમરાન મુંબઈ થી સુરત ડ્રગ્સ લઈને આવે છે. તેથી પોલીસે વોચ ગોઠવી હતી. અને ફોરવિહલર ગાડીમાં ડ્રગ્સ સાથે ૩ આરોપીની ધરપકડ કરી છે.
સુરતમાં દારૂ બાદ હવે યુવાનો ડ્રગ્સપાછળ ગાંડા-ઘેલા થયા છે. સુરતનું યુવાધન ડ્રગ્સને રવાડે ચડી રહ્યું છે. સુરતમાં બે દિવસમાં બીજીવાર યુવા ધનને બરબાદ કરનાર નશાનો મોટો કારોબાર ઝડપાયો છે. ગત રોજ પણ ગોડાદરા વિસ્તારમાંથી SOG પોલીસ એ મોટી માત્રા માં અફીણ ઝડપી પાડ્યું હતું.
એસઓજીએ ઝડપાયેલા આરોપી પાસેથી 1.14 લાખ રૂપિયાની કિંમતનું 383 ગ્રામ અફીણ જપ્ત કર્યું હતું. એટલું જ નહીં, એક વજન કાંટો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી ચંપાલાલે આની પહેલા તે સાડીનો વેપાર કરતો હતો.
છેલ્લા આઠેક મહિનાથી કોરોનાની મહામારીને કારણે વેપાર બંધ થઈ ગયો હતો. તેથી તેને અફીણનું બાંધણ થાય ગયું હતું. તેને કારણે તે પોતાના માટે અફીણ લાવતો હતો. તેથી તેની સાથે તેને અફીણ વેચાણનું પણ શરુ કરી દીધું હતું. તેથી તેને રાજસ્થાનથી અફીણ લાવીને વેચવાનું શરુ કર્યું હતું. તે અનેક વખત રાજસ્થાનથી અફિણ લાવીને વેચી ચૂક્યો છે. પોલીસે ચંપાલાલની ધડપકડ કરીને આરોપી ભેરારામ બિશ્નોઇને વાન્ટેડ જાહેર કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.