સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા તેમજ આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ વિરુદ્ધના કેસોને શોધી કાઢવા માટેનું આયોજન કરેલું છે. તે અંતર્ગત પોલીસે પેટ્રોલિંગ અને બાતમીના આધારે ડ્રગ્સ રેકેટ પકડી પાડ્યું છે.
આ સંદર્ભે પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે પુણા સરદાર માર્કેટના આઉટ ગેટ પાસેથી સરદાર માર્કેટની સામે જાહેર રોડ પર ડ્રગ્સની હેરાફેરી થવાની છે.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. અને તે દરમિયાન આરોપી મુસ્તફા, ઈમ્તિયાઝ પાસેથી પ્રતિબંધિત મેકેડ્રોન નામનું સો ગ્રામ ડ્રગ્સ, જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા થાય છે, તેની સાથે ટુ વ્હીલ ગાડી જેની કિંમત 50000 રૂપિયા છે, તેમજ મોબાઇલ 3 નંગ જેની કિંમત 3000 રૂપિયા છે. એમ કુલ મળીને ૫ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અને જે લોકોએ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો તેવા ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
અગાઉની વાત કરીએ તો આરોપી ઈમ્તિયાઝ વર્ષ 2019 માં પણ ૩૯ ગ્રામના ના જથ્થા સાથે પકડાયો હતો. આમ પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આ લોકોને પકડી મોટી સફળતા હાથ લાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en