નશામાં વાહન ચલાવવું એ કોઈપણ માટે એક મોટો ખતરો છે, જેના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. આલ્કોહોલ(Alcohol)ના પ્રભાવ હેઠળ વાહન ચલાવવું માત્ર ડ્રાઇવર(Driver) માટે જ નહીં પરંતુ રસ્તા પરના અન્ય લોકો માટે પણ જોખમી છે.
View this post on Instagram
નશામાં ધૂત ડ્રાઈવરનો ઇન્ટરનેટ પર એક ભયાનક વીડિયો(video) સામે આવ્યો છે જેણે તેની કારને રસ્તા પરથી હવામાં ઉડાવી દીધી હતી અને રસ્તાની વિરુદ્ધ દિશામાં જઈ રહેલી બીજી કાર સાથે અથડાઈ હતી. જુદી જુદી દિશામાં લાગેલા સીસીટીવી કેમેરાએ સમગ્ર ઘટનાને કેદ કરી લીધી હતી. આ અકસ્માત બ્રાઝિલના મિનાસ ગેરાઈસમાં એક પિઝેરિયાની બહાર થયો હતો. ક્રિસમસના દિવસે થયેલા આ અકસ્માતમાં 7 વાહનોનો સમાવેશ થાય છે, જેમાં 4 લોકો ઘાયલ થયા છે.
બ્રાઉન શેવેટનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જણાયું હતું. કાર પર કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાઈ જવા પામ્યો હતો. જેને કારણે એક કાર બીજી કાર માથે ચડી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માતને અંજામ આપ્યો હતો. હાલમાં આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ સમગ્ર અકસ્માત દરમિયાન 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ ઇમરજન્સી સેવાઓ તમામ ઘાયલોને બચાવવામાં સફળ રહી હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માત સર્જનાર ડ્રાઈવરે કબૂલ્યું કે તેણે ડ્રાઈવિંગ કરતા પહેલા દારૂ પીધો હતો.
દારૂ પી ને વાહન ચલાવવું એ વિશ્વભરમાં માર્ગ અકસ્માતોના મુખ્ય કારણોમાંનું એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, વિશ્વભરના તમામ માર્ગ અકસ્માતોમાં 27 ટકા માટે આલ્કોહોલના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ એ એકમાત્ર સૌથી મોટું જોખમ પરિબળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.