આપણે લોકોએ પેટમાંથી ટુવાલ, રૂમાલ, કાતર અને હાથના મોજા બહાર નીકળતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ પેટમાંથી સ્ટીલનો ગ્લાસ નીકળવો એ તો એક ચોંકાવનારી ઘટના કહી શકાય. આ ઘટના નેપાળમાંથી સામે આવી છે. 47 વર્ષના નેપાળી વ્યક્તિએ દારૂના નશામાં અજીબ કૃત્ય કર્યું. તેના આ કૃત્યને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
ખરેખર, સ્ટીલનો ગ્લાસ આ વ્યક્તિના ગુદામાં ફસાઈ ગયો. માણસની સર્જરી કરવામાં આવી અને સ્ટીલનો ગ્લાસ બહાર કાઢવામાં આવ્યો. આ ગ્લાસ ત્રણ દિવસ સુધી આ વ્યક્તિના ગુદામાં ફસાયેલો રહ્યો હતો. યુવકને નેપાળ મેડિકલ સેન્ટરના જર્નલમાં આ વિચિત્ર મામલાને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં આ વ્યક્તિએ કહ્યું કે ભૂલથી સ્ટીલનો ગ્લાસ અંદર ગયો. પછી તેણે પોતે જ કબૂલ્યું કે તે નશામાં હતો અને જાતીય સંતોષ માટે આવું કર્યું હતું. અહેવાલ મુજબ, વ્યક્તિ તેના કાર્યોને કારણે બે દિવસથી તે અસહ્ય પીડામાં હતો.
આ વ્યક્તિએ ડૉક્ટરોને કહ્યું કે, તેણે જાતે જ સ્ટીલના ગ્લાસને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા. આ પછી, ડૉક્ટરોએ વ્યક્તિનો એક્સ-રે કર્યો. ડોકટરે પણ કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે ગુદાની અંદર ઉલટી સ્થિતિમાં હતો.
આ પછી ડોક્ટરોએ એક્સપ્લોરેટરી લેપ્રોટોમી સર્જરી કરી. આ પેટ માટે કરવામાં આવે છે. પરંતુ, તે પણ નિષ્ફળ ગયા. ત્યારબાદ ડોક્ટરોએ એન્ટરસ્ટોમી સર્જરી કરી. આ પછી ડોક્ટરોએ સફળતાપૂર્વક સ્ટીલના ગ્લાસને દૂર કર્યો. આ સર્જરી બાદ વ્યક્તિને 7 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. લગભગ બે મહિનાના ફોલોઅપ પછી, ડૉક્ટરોએ કહ્યું કે, વ્યક્તિ સંપૂર્ણપણે ઠીક છે. ડૉક્ટરો સતત વ્યક્તિના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.