શહેરની કોલેજોના કેમ્પસ લુખ્ખા તત્વોના ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોલેજ કેમ્પસ તો છોડો પ્રિન્સિપાલની ઓફિસ પણ હવે તો સુરક્ષિત નથી રહી. હાલમાં જ આ પ્રકારની ઘટનાનો તાજો કિસ્સો હાલમાં L.D આર્ટ્સ કોલેજમાં જોવા મળ્યો. શુક્રવારે 22 વર્ષના મોહન દેસાઈ નામના યુવકે પ્રિન્સિપાલની ઓફિસથી તોડફોડ કરવાનું શરૂ કર્યું અને રસ્તામાં આવતા કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પર પણ હુમલો કર્યો.
કોલેજના કેન્ટિન પાસે એક 22 વર્ષની યુવતી પોતાની મિત્રો સાથે હતી. આ દરમિયાન મિત્રો સાથે વાત કરતા સમયે તે હસી રહી હતી. આ સમયે મોહન દેસાઈ નામનો યુવક ત્યાં આવીને તેની છેડતી કરવા લાગ્યો. છોકરીએ જ્યારે તેને આમ ન કરવા કહ્યું તો મોહને તેના વાળ પકડીને નીચે બેસાડી દીધી અને માર મારવા લાગ્યો. જ્યારે તેની અન્ય મિત્ર બચાવવા વચ્ચે આવી તો મોહન તેને પણ મારવા લાગ્યો.
શુક્રવારે સવારે L.D આર્ટ્સ કોલેજના શાંતિપૂર્ણ વાતાવરણમાં પહેલાથી જ અસામાજિક તત્વ તરીકે જાણીતા મોહને પોતાના ખાસ લોકોને એડમિશન ન આપવાના કારણે પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને હુમલો કર્યો. મોહન પ્રિન્સિપાલની ઓફિસમાં ટેબલ બેસી ગયો અને ટેબલ પરની વસ્તુઓ આમથી તેમ ફેંકવા લાગ્યો. ઓફિસના દરવાજાનો કાચ, ટેબલ અને અન્ય વસ્તુઓની પણ તોડફોડ કરી. નશાની હાલતમાં હોવાની શંકા જતા પ્રિન્સિપાલે તેને ઓફિસથી બહાર કાઢી મૂક્યો.
પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી રહેલો મોહન દેસાઈ.
ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઈન્સ્પેક્ટર H.B પટેલે કહ્યું, શુક્રવારે મોહન દેસાઈની અટકાયત કરીને તેની વિરુદ્ધ ત્રણ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસે કહ્યું, તે પહેલાથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ પહેલા તેની વિરુદ્ઘ મારામારીને ત્રણ કેસો દાખલ થયેલા છે. બે વર્ષ પહેલા તે સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસરોને ધમકી આપવા અને મારવાના કેસમાં પણ શામેલ હતો.
ગુજરાત યુનિવર્સિટીના પોલીસ સ્ટેશનમાં કોલેજના પ્રિન્સિપાલ પુરાનિકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ તેમની ઓફિસમાં મારામારી કરીને પ્રોપર્ટીને નુકસાન કર્યું. 22 વર્ષની યુવતીએ પણ છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે ત્રીજી ફરિયાદ પોલીસે દારુબંધીના કાયદાને તોડવા બદલ નોંધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.