યાત્રાધામ અંબાજીમાં દારૂની રેલમછેલ થી જનતા પરેશાન, ખુલ્લે આમ દારૂડિયાઓ કરે છે મહિલાની છેડતી અને…

ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ અવાર નવાર ખુબ જ મોટા પ્રમાણમાં દારુ ઝડપાતો રહે છે. ત્યારે હાલ તો ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા…

ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ અવાર નવાર ખુબ જ મોટા પ્રમાણમાં દારુ ઝડપાતો રહે છે. ત્યારે હાલ તો ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી (Ambaji)માં દારૂની ધૂમ જોવા મળી રહી છે. દેશવિદેશમાં વિખ્યાત એવા અંબાજી ધામમાં દરરોજ માઁ અંબાનાં દર્શન કરવા હજારો-લાખોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. એવામાં જાણે પોલીસનો કોઈ ડર હોય જ નહિ, તેવી રીતે દેશી અને વિદેશી દારૂ (alcohol)ના અડ્ડાઓ ચાલી રહ્યા છે.

દારૂડિયાઓ આવીને ગાળો બોલે છે અને છેડતીઓ કરે છે:
ત્યારે આ અંગે અંબાજીમાં વેપાર કરતા વેપારીએ જણાવ્યું હતું કે, બજારમાં બસ સ્ટેશનની પાછળ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, જેનાથી વેપારીઓ પણ પરેશાન છે અને અહીંની સ્થાનિક મહિલાઓ પણ પરેશાન છે. દારૂડિયાઓ આવીને ગાળો બોલે છે અને છેડતીઓ કરે છે, એવી પરિસ્થિતિઓને કારણે ખૂબ જ તકલીફો થાય છે. જેથી મહેરબાની કરીને દારૂની આ પરિસ્થિતિ જે વસણેલી છે એ વિશે પોલીસને વિનંતી છે કે એના પર કાબૂ લાવે.

રોજની 5થી 6 મહિલા દારૂ વેચે છે:
વધુ એક વેપારીએ આ અંગે કહ્યું હતું કે, ખુલ્લેઆમ થઈ રહેલા આ દારૂના વેચાણને કારણે દરેક લોકો પરેશાન થઈ રહ્યા છે. દારૂડિયાઓ અહિયાં દારુ પીને ગાળાગાળી કરે છે, તેમજ અહીં મારફાડ ખૂબ જ થાય છે.દારૂડિયા એટલા હેરાન કરે છે કે દૂકાનની આગળ જ વેચવા આવી જાય છે, જેનાથી અમે કંટાળી ગયા છીએ, જેમાં લગભગ રોજની 5થી 6 મહિલા દારૂ વેચે છે એની ફરિયાદ કરી છે પણ નોંધ થતી નથી. હાલ તો આનો કોઈ ઉપાય આવે તેવું ઇચ્છીએ છીએ.

આજુબાજુનાં ગામડાંના લોકો પણ અહી આવીને દારૂ વેચે છે:
આ અંગે દારૂડિયાઓના ત્રાસથી કંટાળેલા અન્ય એક દુકાનદારે જણાવ્યું હતું કે, અહિયાં માત્ર આ ગામના જ નહિ, પરંતુ આજુબાજુના ગામડાના લોકો પણ અહી દારુનું વેચાણ કરે છે. તેમજ આ વેચાણ અંબાજી ખાતે આવેલા અનમોલ કોમ્પ્લેક્સ આગળ થાય છે. સવારથી લઈને અહીં આજુબાજુનાં ગામડાંના લોકો દેશી દારૂ વેચે છે અને પીવે પણ છે પછી સાંજ પડતાં પડતાં આ જ વેપાર તેમના ઝગડામાં રૂપાંતર થઈ જાય છે, જેને કારણે આજુબાજુ રહેતા નાગરિકો, રહીશો, ફલેટના મકાનમાલિકો તથા દુકાનદારોને ખૂબ જ તકલીફો પડે છે. જેથી અમારી પ્રશાસન પાસે માગણી છે કે વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે.

દેશી દારૂ અને દારૂડિયાઓનો ત્રાસ વધ્યો:
આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. દારૂબંધી હોવા છતાં પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દરરોજ દેશી દારૂનું માર્કેટ જામે છે. ખુલ્લેઆમ વેચાણ થતાં દેશી દારૂથી અંબાજીમાં લોકોને બીજી કોઈ વસ્તુ મળે કે ન મળે, પણ દારૂ આસાનીથી અને જાહેરમાં મળી રહે છે. દરરોજ ખુલ્લેઆમ વેચાણથી દારૂડિયાઓને આસાનીથી મળતાં દેશી દારૂથી નશામાં ધૂત દારૂડિયા બજારોમાં મહિલાની છેડતી, લોકો સાથે માથાકૂટ, ઝઘડાઓ જેવી કૃતિઓ કરે છે, જેમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે કે, પોલીસ આ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *