રીક્ષા ચાલકે જાહેરમાં જ કોલેજિયન છોકરી સાથે કર્યું ન કરવાનું… વિડીયો જોઈ કહેશો ‘દેશમાં કયારે સુરક્ષિત થશે દીકરીઓ’

હાલ એક ચકચારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણેમાં શુક્રવારે સવારે એક ઓટો રિક્ષા ચાલકે કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. યુવતીને બળજબરીથી ઓટોમાં બેસાડવાનો…

હાલ એક ચકચારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણેમાં શુક્રવારે સવારે એક ઓટો રિક્ષા ચાલકે કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. યુવતીને બળજબરીથી ઓટોમાં બેસાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, યુવતીએ પોતાને છોડાવવા માટે સંઘર્ષ કર્યો અને ડ્રાઇવરે તેને ચાલતી ઓટોમાં લગભગ 500 મીટર સુધી ઢસડી હતી.

મળતી માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે 6.45 કલાકે બની હતી. 22 વર્ષીય યુવતી જયારે કોલેજ જઈ રહી હતી, આ દરમિયાન આરોપીએ તેનો હાથ પકડી તેની છેડતી કરી હતી. તેમજ રસ્તામાં ઉભેલા ઓટો ડ્રાઈવરે તેમના પર ગંદી ટિપ્પણી કરી હતી. જ્યારે યુવતીએ વાંધો ઉઠાવ્યો તો આરોપીએ તેનો હાથ પકડી લીધો અને તેને ઓટોમાં ખેંચવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઓટો ડ્રાઈવર યુવતીનો હાથ પકડીને ખેંચી રહ્યો છે. જ્યારે તેણી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ડ્રાઇવર રીક્ષા ચલાવવા લાગે છે. તેમજ યુવતીને ઓટો સાથે લગભગ 500 મીટર સુધી ઢસડે છે. આ પછી તે પડી ગઈ અને આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો.

આ કેસમાં ઓટો ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓટો ચાલક હજુ ફરાર છે અને તેને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં જ આરોપી પોલીસની કસ્ટડીમાં આવશે. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *