દુબઈમાં વરસાદથી હાહાકાર: વિમાન અને ગાડી રમકડાની જેમ તણાયા; એરપોર્ટ પર પાણી ભરાતાં સુરત આવતી ફ્લાઈટ 5 કલાક મોડી પડી- જુઓ વિડીયો

Heavy Rain in Dubai: સંયુક્ત આરબ અમીરાત (UAE) માં દુબઈ, જે તેના શુષ્ક અને ગરમ તાપમાન માટે જાણીતું છે, ત્યાં મંગળવારે ભારે વરસાદને કારણે પૂરથી ભરાઈ ગયું હતું. ભારે વરસાદના કારણે આ ખળભળાટવાળા શહેરમાં સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું હતું. આ સાથે શહેરમાં પૂરની સ્થિતિએ ક્લાઈમેટ ચેન્જની ચિંતા વધારી દીધી છે. તેમજ મંગળવારે ભારે વરસાદને(Heavy Rain in Dubai) કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ પાણી ભરાઈ ગયું હતું.

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પાણીનો ભરાવો
એરપોર્ટ પર જળબંબાકારની સ્થિતિને જોતા ઘણી આવતી ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી હતી. સામાન્ય રીતે લગભગ 100 વિમાનો દુબઈ એરપોર્ટ પર સાંજે આવે છે, પરંતુ હવામાન પરિવર્તનને કારણે ત્યાં પ્રવર્તતી પરિસ્થિતિને કારણે ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, 25 મિનિટ પછી ધીમે ધીમે વિમાનોનું આગમન ફરી શરૂ થયું.

રસ્તાઓ પર પણ પાણી ભરાયા જોવા મળ્યા
ભારે વરસાદને કારણે ફ્લાઇટ ઓપરેશનમાં વિલંબ થયો હતો અને ઘણી ફ્લાઇટ્સ રદ થઇ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ રનવે સંપૂર્ણ રીતે ડૂબી ગયો હતો. એરપોર્ટનું પાર્કિંગ પણ અડધું ડૂબી ગયું હતું. એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર પણ પાણી ભરાયા જોવા મળ્યા હતા. દુબઈના શોપિંગ મોલમાં પણ ઘૂંટણિયે પાણી ભરાઈ ગયું છે.

ઓમાન અને બહેરીન પણ પૂરમાં ડૂબી ગયા
ભારે વરસાદને કારણે દુબઈમાં રસ્તાઓ અસરગ્રસ્ત થયા હતા, જેમાં વિવિધ ઘરોની છત, દરવાજા અને બારીઓમાંથી પાણી નીકળવા લાગ્યું છે. વાવાઝોડાની અસર દુબઈની બહાર પણ ફેલાઈ છે. સમગ્ર સંયુક્ત આરબ અમીરાતની સાથે પડોશી દેશ બહેરીન પણ પૂરમાં ડૂબી ગયું હતું. વર્તમાન પરિસ્થિતિને જોતા UAEમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ ઓમાનમાં વરસાદ અને તોફાનના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. તોફાનના કારણે બહેરીનમાં પણ સ્થિતિ વણસી છે.