સુરતમાં 7 વર્ષની બાળકીની છેડતી કરતાં સિંગણપોરના બિલ્ડરનો વિડીયો વાયરલ- આવી છેડતી કરનારા નરાધમોને શું સજા થવી જોઈએ?

Surat Crime: હવે તો ઘરઆંગણે રહેલ બાળકીઓ પણ સુરક્ષિત નથી.તેને પણ નરાધમો પોતાનો હવસનો શિકાર બનાવે છે.એવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. કતારગામ…

Surat Crime: હવે તો ઘરઆંગણે રહેલ બાળકીઓ પણ સુરક્ષિત નથી.તેને પણ નરાધમો પોતાનો હવસનો શિકાર બનાવે છે.એવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. કતારગામ વિસ્તારમાં આંગણે રમતી બાળકીને અડપલા બાદ ચુંબન(Surat Crime) કરી અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો.જે અંગે પોલીસને જાણ થતા મૂળ બોટાદના આધેડ બિલ્ડરને કતારગામ પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

બાળકીના હોઠ પર ચુંબન કરી ગુપ્તાંગમાં હાથ ફેરવ્યો
મળતી માહિતી પ્રમાણે, કતારગામના વિસ્તારમાં રહેત રત્નકલાકારની 7 વર્ષની પુત્રી ગત શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી કયાં છે પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો.તે વ્યક્તિ મમ્મી-પપ્પાનો પરિચીત હશે એવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે એવું કહ્યું હતું.

જે બાદ બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ ઉપર હાથ ફેરવ્યા બાદ તેના હોઠ ઉપર ચુંબન કર્યું હતું. આથી બાળકી તાત્કાલિક જ ઉભી થઈ ગઇ હતી અને તેના ઘર બાજુ દોડી જતા તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. ઘરમાં પહોંચ્યા બાદ બાળકીએ અજાણ્યાની કરતૂત અંગે જાણ કરી હતી.

56 વર્ષીય નરાધમ આધેડને પોલીસે ઝડપી પાડ્યો
બાળકીની માતાએ તુરંત જ પતિને જાણ કર્યા બાદ સ્થાનિક વિસ્તારમાં તે વ્યક્તિની શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો મળ્યો નહોતો. ઘટના અંગે રત્નકલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી લીધો હતો. થોડે દૂર મોપેડ પાર્ક કરી બાદમાં ચાલતા ચાલતા આવેલા બાબુભાઈએ બાળકી એકલી નજરે ચઢતા તેની પાસે બેસી કરતૂત કરી હતી.

છેડતી કરનાર બિલ્ડર બાબુ કાળુ પટેલ(56)(રહે,અક્ષરદીપ સોસા, સિંગણપોર, મૂળ રહે, ચંદરવાગામ,બોટાદ)ને કતારગામ પોલીસે ધરપકડ કરી છે. બાબુ પટેલને બે સંતાનો છે અને બન્નેના લગ્ન થઈ ગયેલા છે. બિલ્ડરની ગંદી હરકતોથી પરિવાર પોલીસ મથકે પણ આવ્યો ન હતો.