સુરત(Surat): શહેરમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જિંદગીથી કંટાળીને લોકો આ પ્રકારનું અંતિમ પગલું ભરવાનો નિર્ણય લે છે. ત્યારે આજ પ્રકારનો બનાવ સુરતમાં સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આપઘાતનો બનાવ બન્યો છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.
શહેરના પાંડેસરા(Pandesara) શ્લોક આર્કેડમાં રહેતા અને ઉંઝાના વતની રાકેશ અંબાલાલ પટેલ (ઉ.વ 45)પાંડેસરા નોવા કોમ્પલેક્ષની પાસે ચામુંડા ફાઈનાન્સના નામથી ઓફિસ ચલાવતા હતા. કોરોનાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળતા ઓફિસમાં જ ફાંસો ખાઈને આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું.
ફક્ત સુરત શહેરમાં જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. કોરોનાને કારણે આર્થિક પરિસ્થિતિ સંકડામણમાં આવતા આ પ્રકારનું પગલું ભરવા માટે મજબુર બની રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.