સામાન્ય જનતાને શાક ખાવું પણ મોંઘુ પડશે… જાણો કયું શાકભાજી કેટલું મોંઘુ થયું?

ગુજરાત(Gujarat): મોંઘવારી(Inflation)ના મારથી પીડાઈ રહેલી સામાન્ય જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. આજથી દૂધ, દહીં સહિતની ઘણી બધી વસ્તુઓ મોંઘી થઈ છે તો બીજી બાજુ…

ગુજરાત(Gujarat): મોંઘવારી(Inflation)ના મારથી પીડાઈ રહેલી સામાન્ય જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. આજથી દૂધ, દહીં સહિતની ઘણી બધી વસ્તુઓ મોંઘી થઈ છે તો બીજી બાજુ શાકભાજી(Vegetables)ના ભાવમાં ફરી વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાય ગયું છે. મોટાભાગના શાકભાજીમાં 20 થી 40 રૂપિયાનો પ્રતિ કિલોગ્રામે વધારો ઝીંકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે, વરસાદના કારણે પુરવઠો ખોરવાઈ જવાને કારણે હવે માંગમાં પણ વધારો થયો છે. જેના કારણે આ ભાવ વધારો(Increase in prices of vegetables) કરવામાં આવ્યો છે.

જાણો ક્યાં શાકભાજીના ભાવમાં કેટલો થયો વધારો:
કોબીજનો ભાવ અગાઉ 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 60 પ્રતિ કિલો થય ગયો છે. ભીંડાનો ભાવ અગાઉ 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 100 પ્રતિ કિલો થય ગયો છે. ફ્લાવરનો ભાવ અગાઉ 100 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 120 પ્રતિ કિલો થય ગયો છે. ટીંડોળાનો ભાવ અગાઉ 100રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ અત્યારે 120 પ્રતિ કિલો થય ગયો છે.

જયારે પરવરનો ભાવ અગાઉ 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 100 પ્રતિ કિલો થય ગયો છે. રીંગણનો ભાવ અગાઉ 60 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 80 પ્રતિ કિલો થય ગયો છે. દુધીનો ભાવ અગાઉ 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 80 પ્રતિ કિલો થય ગયો છે. મરચાનો ભાવ અગાઉ 60 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 80 પ્રતિ કિલો થય ગયો છે. આદુનો ભાવ અગાઉ 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 120 પ્રતિ કિલો થય ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જેનાથી ગરીબ અને માધ્યમ વર્ગના લોકો મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાય ગયું છે. દરેક શાકભાજીમાં વધારો જોવા મળી રહ્યો છે. વરસાદમાં ખેતરોમાં પાણી ભરાય જવાને કારણે શાકભાજીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેને લાઈને શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *