ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટશે, પણ આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાત(Gujarat): રાજ્યમાં આજથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં આજે વરસાદને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી…

ગુજરાત(Gujarat): રાજ્યમાં આજથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં આજે વરસાદને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. જયારે કચ્છના પણ કેટલાંક વિસ્તારમાં આજે વરસાદ ખાબકી શકે છે. આજે દીવ-દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં વરસાદ વરસે(Rain forecast) તેવી સામાન્ય શક્યતાઓ સેવાઈ રહી છે.

રાજ્યના એક દિવસમાં જ 140 તાલુકામાં વરસાદ:
ગુજરાતમાં ફક્ત એક જ દિવસમાં જ 140 તાલુકામાં વરસાદ ખ્બકી ચુક્યો છે. જેમાં સૌથી વધુ પાટણના શંખેશ્વરમાં વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. તો મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક તરફ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં સારો વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નદી-નાળા છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

તો બીજી બાજુ વાત કરવામાં આવે તો અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક તાલુકામાં આજે પણ વાવણી લાયક વરસાદ ખાબક્યો નથી. નહિવત વરસાદ પડયો હોવાને કારણે આજ સુધી વાવણી થઇ નથી જેને લઈને ખેતરો સુકા દેખાઈ રહ્યા છે અને જગતનોતાત કાગ ડોળે ધરતીના ધણીની રાહ જોઇને બેઠો હોય તેવું લાગી રહ્યું છે. જો થોડાક સમયમાં વરસાદ નહી આવે તો મગફળી, કપાસ સહિતના પાકના વાવેતરનો સમય પૂરો થઇ જશે આથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાય ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *