હાલ રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી(rain) માહોલ જામ્યો છે. દરેક જગ્યાએ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી(Aravalli) જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ વરસાદ વરસી રહ્યો છે. આ સ્થિતિમાં ભીલોડા (Bhiloda)માં 3 ઇંચ વરસાદ ખાબકતા વધુ એક વખત સુનસર ધોધ જીવંત થયો છે. જેને પગલે અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. જેને જોવા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે.
View this post on Instagram
મળતી માહિતી અનુંસાર, ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના કારણે સુનસરનો ધોધ ફરી એક વખત જીવંત થયો છે. ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સુનસરનો નજારો ખુબજ આલાહદક લાગી રહ્યો છે. હાલ આઝાદી ના 75 વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે સુનસર ધોધમાં કેટલાક દેશ ભક્તોએ અલગ-અલગ કલર લગાવી દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.
આજે વધુ એક વખત સુનસર ધોધનો જીવંત થતા મોટી સંખ્યામાં પર્યટકો આ નજારો માણવા ઉમટી પડ્યા હતા. હાલ સમગ્ર ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે 15મી ઓગષ્ટને લઈને તિરંગાનો માહોલ આખા દેશમાં છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “‘મીની કાશ્મીર’ કહેવાતા સુનસર ધોધમાં છલકાઇ દેશભક્તિ- જુઓ અદ્ભુત દ્રશ્યોનો LIVE વિડીયો”