ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના વિસ્તારોમાં વધારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. હાલમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી તા.૮ થી ૧૨માં હજુ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ભાગો, મુંબઈ વગેરે ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.
અતિ ભારે વરસાદ મહારાષ્ટ્રના ભાગોમાં આ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશમાં થવાની શક્યતા રહેશે. ભારે વરસાદ થવાની શક્યતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદન૯ઇ આગાહી છે. લગભગ 10 ઈંચ ઉપર વરસાદ થવાની શક્યતા આહવા, ડાંગ, વલસાડ, સુરત વગેરે ભાગોમાં રહેલી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં તેમજ પિૃમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, લગભગ ઉત્તર-પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં થોડાક ભાગોમાં ૧૦૦ મી.મી.થી ઉપર વરસાદ થવાની પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં તારીખ 11, 12 આસપાસ પણ બીજું હવાનું હળવું દબાણ ઉભું થવાની શકયતા હોવાને કારણે તા.૧૨ આસપાસ વરસાદનો રાઉન્ડ શરુ રહેશે. એટલું જ નહીં, નર્મદાના જળ સ્તરમાં વધારો થશે. કેટલાક જળાશયોમાં પાણીની આવક વધવાની શકતા રહેલી છે. કૃષિ પાકો માટે ૧૩મી સપ્ટેમ્બર પછી થતો વરસાદ સારો માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.