ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર ક્યારે ઉઠશે? ખુલ્લી ગટરમાં કાર ખાબક્યા બાદ ફંગોળાઈ- વિડીયોમાં જુઓ કેવી રીતે બચ્યો જીવ

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકોટ(Rajkot) શહેરમાં ડ્રેનેજ શાખાની બેદરકારી(Negligence of drainage branch)થી અવારનવાર રસ્તા પર ગટરના ઢાંકણા ખુલ્લા રહી જતા હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. પરંતુ ડ્રેનેજ શાખાની ઘોર બેદરકારીના દૃશ્યો સીસીટીવી(Scenes of negligence captured on CCTV)માં ઝડપાઈ ગયા છે. જેમાં ટ્રાફિકથી સતત ધમધમતી મવડી ચોકડી નજીક ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું અને નવી નક્કોર કિયા કાર અંદર ખાબકતા ફંગોળાઈ ગઈ હતી. જોકે બાજુમાં પસાર થઈ રહેલા બાઇકચાલકનો જીવ બે સેકન્ડમાં જ બચી ગયો હતો. કારણ કે, ફંગોળાયેલી આખે આખી કાર બાઇકચાલક પર જ પડવાની હતી પરંતુ ભાગ્યે બાઈકચાલકનો જીવ બચી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘટનાની જાણ થતા ડ્રેનેજ શાખા થા દોડતી:
ઘટનાને પગલે બરાબર આ સમયે જ ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલકનો જીવ ભાગ્યે બચી ગયો હતો. ઘટનાને લીધે આજુબાજુમાં રહેલા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ઘટના નજીકનાં સીસીટીવીમાં કેદ થતા તેના વિડીયો પણ સામે આવ્યા છે. જેને કારણે ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર સફાળું બેઠું થયું છે અને ત્યારબાદ તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના મવડી ચોકડી નજીક મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા પુલ પાસેના રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું. જાહેર રસ્તા પર લોકોનો જીવ જોખમાય તે રીતે આ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. જેમાં ત્યાંથી પસાર થતી નવી નક્કોર કિયા કાર ગટરમાં ખાબકીને હવામાં ફંગોળાઈ હતી. આ સમયે એક બાઇકચાલક પણ ભાગ્યે બચ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા તંત્રએ તાત્કાલિક આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ડ્રેનેજ શાખાની આ બેદરકારી ભારે ચર્ચાનો વિષય બની છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કાર ફંગોળાઈ તે જ સમયે એરબેગ ખુલ્લી જતા કારચાલકનો પણ માંડ માંડ બચાવ થયો છે. જોકે કારનું સાયલેન્સર કારમાંથી નીકળી ગયું હતું અને કારને નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રસ્તા પર આવા જીવલેણ ગટરના ઢાંકણા લોકો માટે માથાના દુઃખાવો બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *