સુરત(Surat): દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગઈકાલે સુરતની મુલાકાતે હતા. સુરતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે વીજળી સંવાદ કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ દ્વારા અલગ-અલગ ગેરંટીઓની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ સુરત શહેરના સંગઠન અને પ્રદેશ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવા માટે હાકલ કરવામાં આવી હતી. પરંતુ, કેજરીવાલની મુલાકાત પછી આમ આદમી પાર્ટીના સંગઠનમાં કાર્યકર્તાઓમાં ભારે નારાજગી અને હતાશા જોવા મળી રહી છે.
મળતી માહિતી અનુસાર, સુરત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ મેરીયોટ હોટેલમાં રોકાયા હતા. આ દરમિયાન એરપોર્ટ ઉપર અરવિંદ કેજરીવાલના સ્વાગતથી લઈને હોટલના રોકાણ દરમિયાન કેટલાક અંગત વ્યક્તિઓ જ તેની આજુબાજુ રહ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ જ્યારે તેમને કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાર પછી હોટલમાં કોર્પોરેટરો અને પ્રદેશ સંગઠન મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષના માનીતાઓને કેજરીવાલ સાથે ફોટો પાડવાની તક મળી હોવાનું સામે આવ્યું છે.
અમે તમને જણાવી દઈએ કે, કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી માત્ર ગણ્યા ગાંઠ્યા કોર્પોરેટરો હોટલ ઉપર પહોંચી ગયા હતા અને અરવિંદ કેજરીવાલ સાથે ફોટા પડાવ્યા હતા જેને લઈને અલગ અલગ વિધાનસભાના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો છે.
આમ આદમી પાર્ટીના સંગઠનમાં સક્રિય રહેતા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા ઉપર રોષ ઠાલવતા જોવા મળ્યા છે અને નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે કે “જીતેલા કોર્પોરેટરો ક્યારેક તો કાર્યકર્તાઓને ફોટો પાડવાનો મોકો આપો” જયારે અન્ય એકે કહ્યું છે કે,”આમ આદમી પાર્ટી 4 થી 5 કપટી લોકોના હાથમાં જતી રહી છે.”
જયારે અન્ય એક કાર્યકર્તાએ લખતા કહ્યું હતું કે,”ચાર થી પાંચ કોર્પોરેટરો જ આ માર્ગની પાર્ટીને વિજય અપાવશે કાર્યકર્તાઓએ મહેનત કરવાની જરૂર નથી”. અમુક વ્યક્તિઓ જ અરવિંદ કેજરીવાલ સાથે ફોટા પડાવવા માટે આમ તેમ દોડાદોડી કરે છે અને તે લોકોને જ તક મળે છે કાર્યકર્તાઓના મનોબળને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલે પણ પોતે આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. આ પ્રકારની પોસ્ટ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવી રહી છે.
મહીલા કોર્પોરેટરો તેના પતિ સહિતના પરીવારને લઇ ને ફોટો પડાવા પહોંચી જાય છે પરંતુ અમારા જેવા નાના કાર્યકર્તાઓને મોકો આપવામાં આવતો નથી. તેમજ ગોપાલ ઇટાળીયા-મનોજ સોરઠીયાના નજીકના ગણાતા ગણગાઠ્યા લોકોને જ કેજરીવાલ સાથે ફોટો પડાવાનો મોકો મળવાથી આપ કાર્યકરોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો હોય તે પ્રકારની વાત સામે આવી છે.
સાથે એવી માહિતી પણ સામે આવી છે કે, પાટીદાર સમાજની વાડીમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ CYSSની ટીમ મેરીઓટ હોટેલ પર ફોટો પડાવા પહોચી હતી અને આ દરમિયાન રામ ધડુકે ગેટથી પાછા વાળતા જ CYSS ની ટીમે રામ ધડુકને જાહેરમાં જ માં-બહેનની ગાળો ભાંડી હતી અને CYSS ગુજરાત ઉપપ્રમુખ દર્શિત કોરાટ જાહેરમાં જ રડી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.