નવરાત્રિ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દુર્ગા માતાજીના મંદિરમાં માઈભક્તે પોતાની જીભ બ્લેડથી કાપીને માતાને અર્પણ કરી હતી. જીભ કાપ્યા પછી તે બેહોશ થઈ ગયો. ભક્તની આવી ભક્તિ જોઈને ત્યાં હાજર રહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મંદિરમાં હાજર લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને લોકોની મદદથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાંથી સામે આવી છે.
જણાવી દઈએ કે આ આખો મામલો જિલ્લાના કાશીનગરમાં આવેલા દુર્ગા મંદિરનો છે. જ્યાં શહેરના નૌરંગાબાદ વિસ્તારની રહેવાસી જ્યોતિ કૃષ્ણ પાંડે ઘરની નજીક આવેલી એક ઓફીસમાં સિક્યુરિટી ગાર્ડ છે. બુધવારે બપોરે તેઓ દુર્ગા મંદિર પહોંચ્યા અને પોતાની જીભનો આગળનો ભાગ બ્લેડથી કાપીને દુર્ગા માની મૂર્તિ સમક્ષ અર્પણ કર્યો. સિક્યોરિટી ગાર્ડને આવું કરતા જોઈને ત્યાં હાજર લોકો તેને જોઈને દંગ રહી ગયા. થોડી જ વારમાં જ્યોતિ કૃષ્ણની જીભમાંથી લોહી નીકળવા લાગ્યું. તે થોડી જ વારમાં બેભાન થઈ નીચે ઢળી પડ્યો હતો. લોકોએ તેને કોઈક રીતે સંભાળ્યો.
જ્યોતિ કૃષ્ણ ખૂબ ધાર્મિકવૃતિ ધરાવે છે
આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ સિક્યુરિટી ગાર્ડને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તેમની તબિયતમાં થોડો સુધારો નોંધાયો છે. હાલમાં તે બોલી શકતા નથી. એવું કહેવામાં આવ્યું છે કે સુરક્ષા ગાર્ડ જ્યોતિ કૃષ્ણ ખૂબ જ ધાર્મિક છે. તે દરરોજ મંદિરમાં દેવી માતાના દર્શન કરવા જાય છે. તેના પરિવારના સભ્યોએ પણ વિચાર્યું ન હતું કે તે નવરાત્રિ પર માતાની ભક્તિમાં તે આવું પગલું ભરશે. તેની ભક્તિ જોઈને પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
તે વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે જ્યોતિ પ્રસાદ નવરાત્રિ દરમિયાન લાંબા સમય સુધી ઉપવાસ રાખે છે અને દર વર્ષે માતાના મંદિરે જઈને માતાને રક્ત અર્પણ કરે છે. કેટલાક લોકો તેને ભક્તિનું સ્વરૂપ આપે છે તો કેટલાક લોકો તેને અંધવિશ્વાસના કારણ પણ બતાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.