lockdown વચ્ચે નોઈડાના સેક્ટર 122 માં ચાર રસ્તા પાસે મંગળવારની સાંજે કોઈ એક નવજાત બાળકીને છોડીને ચાલ્યું ગયું. જ્યારે લોકોએ બાળકીને જોઈતો પોલીસને જાણકારી આપી.પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બાળકીને આવીને લઈ ગઈ. પોલીસે childline ને બોલાવી લીધી છે.
childline એ જણાવ્યું કે બાળકીને નોઈડાના કૈલાસ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. જિલ્લા પ્રશાસન તરફથી પરવાનગી મળ્યા બાદ childline બાળકીને લેશે અને બાળકીને મથુરા કેર સેન્ટરમાં મોકલવામાં આવશે. પોલીસનું કહેવું છે કે કોઈ lockdown નો ફાયદો ઉઠાવી બાળકી છોડીને ચાલ્યું ગયું છે.
બાળકી ગુલાબી રંગના એક રૂમાલ માં લપેટાયેલી મળી હતી. રોડના કિનારે ફૂટપાથ પર ઝાડ નીચે રૂમાલમાં લપેટીને રાખવામાં આવી હતી.પોલીસનું કહેવું છે કે રસ્તા પરથી પસાર થયેલા લોકોએ બાળકને રડતી જોઈ પોલીસને ફોન કરી જાણકારી આપી. સારી વાત તો એ છે કે બાળકીને કૂતરાઓએ જોઈ નહિ.
બાળકી દેખાવે ખૂબ સુંદર છે. તે માત્ર બેથી ત્રણ દિવસની છે. તેને ગુલાબી રંગના રૂમાલમાં લપેટવામાં આવી હતી. જે કોઈએ પણ આ બાળકીને જોઈ તેઓ તેના પર પ્રેમ વરસાવી રહ્યા હતા. પોલીસ જવાનો પણ બાળકીને ખોળામાં ઉઠાવીને ખુશ થઈ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news