મેષ-બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો.
વૃષભ-તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. ભાઈ બહેનો ની મદદ થી આજે તમને આર્થિક લાભ મળી શકશે। પોતાના ભાઈ બહેનો ની સલાહ લો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. આ રાશિ ના જાતકો આજે લોકો ને મળવા કરતા એકાંત માં રહેવું વધારે પસંદ કરશે। આજે તમે ખાલી સમય માં ઘર માં સાફ સફાઈ કરી શકો છો। તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.
મિથુન-તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવચેત થયી જવું તમારા માટે સારું રહેશે। તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે. ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતાં તેમના પરિવાર ના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે.
કર્ક-ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકો ને હવે પોતાના ઉપર કાબુ રાખવો જોઈએ અને ધન ની બચત કરવી જોઈએ। બાળકો તથા પરિવાર પર આજે તમારૂં ધ્યન કેન્દ્રિત રહેશે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. જે લોકો ના પરિવારજનો ની ફરિયાદ છે કે તેઓ પરિવાર ને પૂરતો સમય નથી આપતા, તેઓ આજે પરિવાર ના સભ્યો ને સમય આપવા નું વિચારી શકે છે.
સિંહ-ફિટનેસ તથા વૅટ લૉસ પ્રૉગામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. જો તમે લોન લેવા માટે ઘણા દિવસો થી પ્રયાસ કરી રહ્યા છો તો આજ ના દિવસે તમને લોન મળી શકે છે. તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવજો. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે.
કન્યા-તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. કોઈ ની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. તમારા સમય ની કિંમત સમજો, એવા લોકો ની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે.
તુલા-તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. તમારે તમારા સાથી પર ઈમોશનલ બ્લૅકમૅલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
વૃશ્ચિક-તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. ફ્રી ટાઇમનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ પરંતુ આજે તમે આ સમય નો દુરૂપયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પણ બગડશે.
ધન-કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈપણ નિણર્ણય થોપવાનો પ્રયાસ કરશો-તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો-ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકુળ પરિણામો તરફ દોરી જશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે.
મકર-તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. કુટુંબ ના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરી ને, તમે હળવાશ અનુભવો છો, પરંતુ ઘણી વાર તમે તમારા અહમ ને આગળ રાખી ને તમારા પરિવાર ના સભ્યો ને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી. તમારે આવું ન કરવું જોઈએ, આ કરવા થી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય.
કુંભ-આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. જો તમે તમારા ઘર ની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો, તો આજે તમે તમારા પરિવાર ના સભ્યો સાથે ફ્રી ટાઇમ માં વાત કરી શકો છો.
મીન-એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. આજે તમે કેન્દ્રસ્થાન રહેશો-અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews