દ્વારકા: ડેમમાં ભાઈને ડુબતા જોઇને બીજા ભાઈએ જીવના જોખમે માર્યો કુદકો, એકનું કરૂણ મોત

દ્વારકા(ગુજરાત): આજના સમયમાં તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં સંપત્તિ માટે ભાઈ-ભાઈનું નથી રાખતો. આ દરમિયાન, દ્વારકા(Dwarka)માં બે સગા ભાઈના અનોખા પ્રેમની એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક ભાઈને ડેમ(Dam)માં ડુબતો જોઈ બીજો ભાઈ પણ તેને બચાવવા જીવની પરવાહ કર્યા વગર ડેમમાં કૂદી પડ્યો. જોકે, બંને ભાઈ ઊંડા પાણી(Deep water)માં ગરકાવ થઈ ગયા હતા. હાલ એકની લાશ મળી આવી છે અને બીજાની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી મુજબ, દ્વારકાના બામણાસા ગામ નજીક ચેકડેમમાં બે યુવકો ડુબવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા છે. આ બંને યુવકો સગાભાઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા છે. ત્યારે રેસક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવતા એકની લાશ મળી આવી છે. જ્યારે બીજાની હાલ શોધખોળ ચાલુ છે. જોકે, પાણીનું વહેણ એટલું છે કે તેને સલામત બચાવવો મુશ્કેલ છે.

આ ઘટનાની વિગતે વાત કરીએ તો બામણાસાથી ગાગા ગામ જવાના રસ્તા પર આવેલ ચેકડેમ નજીક બંને ભાઈ હતા ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો હતો અને નદીના વહેણમાં ડુબવા લાગ્યો હતો. આ જોઈ બીજો ભાઈ તેને બચાવવા બુમો પાડી રહ્યો હતો. પરંતુ, કોઈ મદદ મળે તેમ ન હોવાથી તે પોતાના જીવની પરવાહ કર્યા વગર ભાઈને બચાવવા ડેમમાં કૂદી પડ્યો હતો. પરંતુ, પાણીનું વહેણ વધારે હોવાના કારણે તે પણ ડુબવા લાગ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકો ભેગા થઈ ગયા અને બચાવ ટીમને જાણ કરતા રેસક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસ અને રાવલ ફાયરની ટીમ દ્વારા બંને યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવતા દશરથસિંહ નારૂભા વાઢેર (40) નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજો યુવક અજીતસિંહ વાઢેરને શોધવાની કામગીરી હજુ ચાલુ છે. જાણવા મળ્યું છે કે, એક સાથે બંને સગાભાઈના ડુબવાની ઘટનાથી પંથકમાં અરેરાટી મચી ગઈ છે. પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર પણ સ્થળ પર આવી પહોચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *