ઈ-શ્રમ કાર્ડ ધારકોના ખાતામાં આવી રહ્યા છે આટલા રૂપિયા- જાણો ક્યારે અને કેટલા રૂપિયા?

કેન્દ્ર સરકાર(Central Government) ફરી એકવાર અસંગઠિત વર્ગના આવા લોકો પર મહેરબાની કરવા જઈ રહી છે, જેમના નામ ઈ-શ્રમ કાર્ડ યોજના(e-shram card scheme)માં નોંધાયેલા નામ ધારકોને…

કેન્દ્ર સરકાર(Central Government) ફરી એકવાર અસંગઠિત વર્ગના આવા લોકો પર મહેરબાની કરવા જઈ રહી છે, જેમના નામ ઈ-શ્રમ કાર્ડ યોજના(e-shram card scheme)માં નોંધાયેલા નામ ધારકોને મોટો લાભ આપવા જઈ રહી છે. ટૂંક સમયમાં ખાતામાં 500 રૂપિયાનો આગામી હપ્તો આવવાનો છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, આગામી હપ્તો 15 એપ્રિલ(April) સુધીમાં ખાતામાં ટ્રાન્સફર(Transfer) કરવામાં આવશે. સરકારે હજુ સુધી સત્તાવાર રીતે તારીખ જાહેર કરી નથી, પરંતુ આવી અટકળો લગાવવામાં આવી રહી છે. બીજી બાજુ, 500 રૂપિયાના હપ્તા ઉપરાંત, ઘણા ફાયદા પણ ઉપલબ્ધ છે. જેને તમે સમયસર રિડીમ કરી શકો છો.

વીમા કવચનો આ રીતે મેળવો લાભ: 
જો તમે ઈ-શ્રમ કાર્ડ ધારક છો અને તમારા ખાતામાં 500 રૂપિયાનો હપ્તો આવી રહ્યો છે, તો હવે વીમા કવચનો લાભ પણ સરળતાથી મળી જશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. જો કોઈ કામદારનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. તે ઉપરાંત જો વ્યક્તિ વિકલાંગતા ધરાવે છે, તો 1 લાખ રૂપિયાની રકમ ઉપલબ્ધ છે.

મકાન બાંધવામાં મદદ: 
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પોતાનું ઘર હોય. જો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ છે, તો તમને આ યોજના હેઠળ ઘર બાંધવામાં સહાય તરીકે પૈસા પણ આપવામાં આવશે. સાથે જ ઈ-શ્રમ કાર્ડધારકને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની યોજનાઓનો સીધો લાભ પણ મળશે.

તમને શ્રમ વિભાગની તમામ યોજનાઓનો લાભ પણ મળે છે જેમ કે મફત સાયકલ, મફત સિલાઈ મશીન, બાળકોને શિષ્યવૃત્તિ, તમારા કામ માટે મફત સાધનો વગેરે. બીજી તરફ, ભવિષ્યમાં, રાશન કાર્ડ તેની સાથે લિંક કરવામાં આવશે. જેથી તમે દેશની કોઈપણ રાશનની દુકાનમાંથી રાશન મેળવી શકશો. આ ઉપરાંત સરકાર દ્વારા લોકોને તેમના બેંક ખાતામાં દર મહિને 500 થી 1000 રૂપિયા મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *