ભેળસેળ વાળું દૂધ વેચનારને મળી આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ- વર્ષો પછી કોર્ટે સંભળાવ્યો ચુકાદો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મહારાજગંજ(Maharajganj) જિલ્લામાં 23 વર્ષ પહેલા ભેળસેળયુક્ત દૂધ(Adulterated milk) વેચવા પર કેસ કરવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટે(Court) 23 વર્ષ બાદ પોતાનો…

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મહારાજગંજ(Maharajganj) જિલ્લામાં 23 વર્ષ પહેલા ભેળસેળયુક્ત દૂધ(Adulterated milk) વેચવા પર કેસ કરવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટે(Court) 23 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ગોવાળને આજીવન કેદ(Life imprisonment) અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ નિર્ણય એડિશનલ સેશન્સ જજ રેખા સિંહ (Additional Sessions Judge Rekha Singh)ની કોર્ટે આપ્યો છે.

સહાયક સરકારી વકીલ સર્વેશ્વર મણિ ત્રિપાઠી (Lawyer Sarveshwar Mani Tripathi)એ જણાવ્યું કે આ મામલો 17 મે, 1999નો છે. ફૂડ ઈન્સ્પેક્ટર એમ.એલ.ગુપ્તા (Food Inspector ML Gupta)એ અહીં ઓફિસર ગેટ કોલોની પાસેના ત્રણ ગોવાળો પાસેથી દૂધના નમૂના લીધા હતા. તે દરમિયાન ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના ખજુરિયા (Khajuria)ના રહેવાસી રામસાજન વિરુદ્ધ દૂધમાં ભેળસેળનો કેસ નોંધવામાં આવ્યો હતો.

ચાર સાક્ષીઓની જુબાની:
કેસ નોંધાયા બાદ ચાર્જશીટ કોર્ટમાં પહોંચી, જ્યાં આ મામલો 23 વર્ષથી પેન્ડિંગ હતો. શુક્રવારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા પુરાવા સાથે ચાર સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે આરોપી ગોવાળને આજીવન કેદની સાથે 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

શાહજહાંપુરમાં 25 વર્ષ બાદ કોર્ટનો નિર્ણય આવ્યો:
બીજી તરફ, શાહજહાંપુરમાં વર્ષ 1997માં ઝેરી લોટમાંથી બનેલી રોટલી ખાવાથી 14 લોકોના મોત થયા હતા. આ કેસમાં કોર્ટે બે લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમની પાસેથી રૂ.60-60 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટનો આ નિર્ણય 25 વર્ષ બાદ આવ્યો છે. એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવતા દુકાનદારો સત્યનારાયણ અગ્રવાલ અને રાકેશ કુમારને દોષિત ઠેરવ્યા હતા. સજા સંભળાવતા કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી.

હકીકતમાં, વર્ષ 1997માં રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો અને આસપાસના લોકોએ બે દુકાનોમાંથી લોટ ખરીદ્યો હતો. એક જ લોટમાંથી બનાવેલી રોટલી ખાધા પછી અચાનક બધાને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. આ પછી બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં એક પછી એક 14 લોકોના મોત થયા. મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ મામલે તપાસ કર્યા બાદ અનેક લોકોને આરોપી બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *