આ કંપની ઘરે બેઠા દર મહીને 80 હાજર કમાવાની આપી રહી છે તક, જાણો કેવી રીતે મળે લાભ

હાલના સમયમાં ભારતમાં બેરોજગારીની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અને દરેક લોકો રોજગારી ગોતવા બનતા પ્રયાસો કરી રહ્યા છે. હાલ પરીસ્થિતિ એવી છે કે ગમે તેવી નોકરી મળી જાય તો પણ ચાલે, એવામાં દર મહીને 80 હજાર કમાઈ શકીએ તેવી કંપની એ નોકરી આપવાનું નક્કી કર્યું છે.

શું તમે પણ દર મહીને વધુ રૂપિયા વાળી નોકરી કરવા માંગો છો, તો ભારતીય રેલવે તમને એક અનેરી તક આપી રહ્યું છે જેમાં તમને દર મહિને ઓછામાં ઓછા 80 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. એક રિપોર્ટ મુજબ 55% રિઝર્વ ટિકિટ ઓનલાઇન બુક થાય છે. તેવામાં IRCTC તમને ટિકિટ બુકિંગ એજન્ટ બનવાની તક આપી રહ્યું છે જેના અંતર્ગત તમે દર મહિને હજારોની કમાણી કરી શકો છો.

કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન ?

સૌપ્રથમ તમારે તમારુ ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવુ પડશે.

ત્યારબાદ એપ્લીકેશન ફોર્મ પર તમારા હસ્તાક્ષર કરીને તમારે ડેક્લેરેશન ફોર્મ અને અન્ય દસ્તાવેજો સ્કેન કરીને મોકલવાના રહેશે.

ત્યારબાદ દસ્તાવેજોને બરાબર વેરિફાય કર્યા બાદ આઇ.આર.સી.ટી.સી.નું આઇ.ડી. જનરેટ કરવા માટે તમારે 1,180 રૂપિયા જમા કરવાના રહેશે.

ત્યારબાદ ઓ.ટી.પી અને વીડિયો વેરિફિકેશન બાદ ડિજિટલ સર્ટિફિકેટ તૈયાર થઇ જશે.

કુરિયરથી ડિજિટલ સર્ટિફિકેટટ મળ્યાં બાદ તમારે આઇ.આર.સી.ટી.સીને ફી આપવાની રહેશે.

તે બાદ તમને આઇ.આર.સી.ટી.સી. ક્રિડેંશિયલ્સ મોકલવામાં આવશે.

આ નોકરી દ્વારા થશે ખુબ કમાણી, જાણો કેવી રીતે ?

જેટલી વધુ ટિકિટ બુક થશે તેટલો

દર મહિને વધુમાં વધુ 100 ટિકિટ બુક કરવા પર તમારે દરેક ટિકિટ પર 10 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે.

101થી 300 ટિકિટ બુક કરાવવા પર તમારે ચાર્જ તરીકે 8 રૂપિયા આપવાના રહેશે.

300થી વધુ ટિકિટ બુક કરવા પર આ ચાર્જ પાંચ રૂપિયા થશે.

આટલું મળશે કમિશન, જાણો અહીં

જો તમે સ્લીપર અને સેકેન્ડ સિટિંગની નૉન એસી ટિકિટ બુક કરાવો તો તમને 20 રૂપિયા પ્રતિ પી.એન.આર. અને એ.સી.ના કોઇપણ ક્લાસની ટિકિટ પર 40 રૂપિયા પ્રતિ પી.એન.આર. કમિશન મળે છે. આ રીતે જો તમે દર મહિને 2 હજાર એ.સી.ની ટિકિટ બુક કરો તો તમને કુલ 80 હજાર રૂપિયા સુધીની કમાણી થશે.

IRCTCના એજન્ટ બનવાના આ છે બે ઉપાય

ઉપાય 1

આ ઉપાયમાં તમારે પહેલા અને બીજા વર્ષે 3,999 રૂપિયા એટલે કે કુલ 7,998 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જીસ તરીકે આપવા પડશે.

ઉપાય 2

આ ઉપાયમાં તમારે પહેલા વર્ષે 6,999 રૂપિયા આપવાના રહેશે. બીજા વર્ષે તમારે કોઇ ચાર્જીસ નહી આપવા પડે.

આ દસ્તાવેજોની પડશે જરૂર, જાણો અહીં

પેન કાર્ડ

આધાર કાર્ડ

ઇમેલ આઇડી

ફોટો

એડ્રેસ પ્રુફ

રેસિડેન્શિયલ એડ્રેસ પ્રુફ

ડેક્લેરેશન ફોર્મ

રજીસ્ટ્રેશન ફોર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *