સેકંડો લોકો વચ્ચે નવરાત્રીમાં કમા ની રાજાશાહી એન્ટ્રી- આવતા વેત કીર્તિદાન ગઢવીને ભેટી પડ્યો કમો… જુઓ વિડીયો

હાલ સમગ્ર ગુજરાત (Gujarat)માં કમો ચર્ચાનો વિષય બની રહ્યો છે. આપણે જાણીએ છે કે, એક ડાયરામાં રસિયો રૂપાડો રંગ રેલીયો સોંગ પર કમાએ ડાન્સ કર્યો અને કીર્તિદાન ગઢવી (Kirtidan Garhvi)એ કમાને બિરાદવ્યો બસ પછી તો કમાન કિસ્મતના દરવાજા એવા ખુલ્યા કે, હવે ખરેખર ઘરે જવું કમાને ગમતું નહીં હોય, કારણ કે, હાલમાં ગુજરાતનાં મહાનગરોમાં કમો ચીફ ગેસ્ટ તરીકે કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યો છે. તે ગુજરાત સિવાય દેશ-વિદેશ તેમજ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

કિર્તીદાન ગઢવીએ આંગણી પકડી આ કમાભાઇને આગળ લાવી દીધા. ત્યારથી આ કમાની કિસ્મત બદલાઈ ગઈ છે. બધા જ ડાયરાઓમાં બોલાવીને પોતાની સાથે રાખી તેમને સ્ટાર બનાવી દીધા છે. આ સિવાય આ વર્ષે ગુજરાતનાં લોકપ્રિય કલાકારોની જેમ પહેલીજવારમાં નવરાત્રીનાં નવે નવ દિવસ કમાનું ગુજરાતનાં અલગ અલગ શહેરમાં બુકિંગ હતું અને કમાએ દરેક નવરાત્રીમાં હાજરી આપીને ગરબાના તાલે તો ઘૂમ્યો પણ સાથોસાથ લોકોને પણ પોતાની અદાઓથી આંનદીત કર્યા છે.

આવી સ્થિતિમાં કમાનો એક વિડીયો સોશીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે કમાની રોયલ એન્ટ્રી જોઈને આશ્ચય પામી જશો. આપણે જાણીએ છે કે, કમાનો લુક પણ હવે પહેલા કરતા બદલાઈ ગયો છે. જાણવા મળ્યું છે કે, આ વીડિયો અમદવાદમાં યોજાયેલ નવરાત્રીનો છે અને હજારો લોકોની વચ્ચે કમાની રોકસ્ટાર જેવી એન્ટ્રી જોઈને સૌ કોઈની આંખો ખૂલીને ખુલી જ રહી ગઈ હશે. કમાએ રોકી સ્ટાઇલમાં એન્ટ્રી પાડી છે, કમાનાં આ અંદાજને શબ્દોમાં ન વ્યક્ત કરી શકાય.

આ વીડિયોમાં જોઈ શકાઈ છે કે, કઈ રીતે કમાએ હજારો માણસોની વચ્ચે ધૂમ મચાવીને પોતાના દિવાના કરી દિધા. કમાનો પહવેશ અને હાવભાવ પણ હવે મોટા કલાકારો જેવો થઈ ગયો છે. કારણ કે, જે રીતે કમો વીડિયોમાં પોતાના મોજીલા અંદાજમા જોવા મળ્યો એ જોઈને તમે પણ કહેશો કે વાહ કમા વાહ… આ દરમિયાન કમાની આ લોકપ્રિયતા ક્યાં સુધી ચાલે છે, એ તો હવે આવનાર સમય જ બતાવશે પરંતુ કમો હવે ટુંક સમયમાં ગુજરાતી ફિલ્મોમાં કે પછી આલ્બમ સોંગમાં જોવા મળે તો નવાઈ નહિ કારણ કે કમાનો અંદાજ હવે લોકોનું દિલ જીતી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *