કરોડો રૂપિયા વાર્ષિક કમાનાર એક વ્યક્તિને એટલા માટે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો કારણ કે તેના ઉપર કેન્ટીનમાંથી સેન્ડવીચ ચોરી કરવાનો આરોપ છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, બેન્કિંગ કંપની સિટી ગ્રૂપએ પોતાના લંડન હેડક્વાર્ટરમાં કામ કરતા બોન્ડ ટ્રેડર પારસ શાહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
સિટી ગ્રૂપ અને 31 વર્ષના પારસે ઘટના વિશે કઈ કહ્યું નથી. પારસ પહેલા એચએસબીસી માં કામ કરતો હતો અને 2017માં તેણે સીટી ગ્રુપ જોઈન કર્યું હતું.
જોકે આ વાત સામે સામે નથી આવી કે કેટલી વાર અથવા કેટલા સમયથી કેન્ટીનમાંથી આવવાનું ચોરી કરી રહ્યો હતો. તેમજ પારસના બે પૂર્વ સહકાર હોય જણાવ્યું કે તે એક સફળ ટ્રેડરના રૂપમાં ગણાતો હતો અને લોકો તેને ખૂબ પસંદ કરતા હતા. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર તેનો વાર્ષિક પગાર 9 કરોડ થી વધારે હોઈ શકે છે.
શાહને ત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારે થોડા દિવસો બાદ જ કંપની સિનિયર સ્ટાફને બોનસ આપવાની હતી.જણાવી દઈએ કે ઇંગ્લેન્ડમાં પાછલા કેટલાક દિવસોથી બેન્કિંગ રેગ્યુલેટરના નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું છે.
જાપાનના મીજુહો બેંકે લંડનમાં કામ કરી રહેલા એક અધિકારીને 2016 માં નોકરી પરથી હટાવી દીધો હતો.આ અધિકારી ઉપર પોતાના સહકર્મીની બાઇકમાંથી એક પાર્ટ ચોરી કરવાનો આરોપ હતો. જેની કિંમત 500 રૂપિયા કરતાં પણ ઓછી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.