ગુજરાતમાં કોરોના વચ્ચે આ જગ્યાએ 3.3 ની તિવ્રતાના પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધુ રહ્યા છે. કોરોનાની એક મુસીબત હજુ ગઈ નથી ત્યાં વરસાદ (Rainy) પણ આફત બનીને આવી રહ્યો છે આ બધાની વચ્ચે જામનગરની (Jamnagar) ધરા ધ્રૂજી હતી. આજે ગુરુવારે આશરે પાંચ જેટલા ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ભૂકંપના પગલે લોકોમાં ભયનો માહોયલ સર્જાયો હતો. અને લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. મતવા, હડમતીયા, નાનાથાવરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારમાં 3.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા પણ જામનગર વિસ્તારમાં 9 ભૂકંપના આંચકા આવ્યા હતા. ત્યારે ગઈકાલે બુધવારે મોડી રાત્રે કાલાવડ પંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જિલ્લા કલેક્ટર કચેરીના જણાવાયા અનુસાર કાલાવડ પંથકના ત્રણ ગામોમાં 3.3 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું એપી સેન્ટર જામનગર દક્ષિણ પૂર્વ 23 કિ.મી. દૂર કાલાવડ તરફ નોંધાયું છે. આજના દિવસમાં 5 આંચકા અનુભવાયા છે. ભૂકંપનો આંચકો કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનુભવાયો છે. જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે. મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયાથી ભૂકંપના હળવા આંચકા સૌરાષ્ટ્રમાં ચાલુ જ છે.

ભૂકંપથી કોઈ નુકસાની થઈ નથી
સૌરાષ્ટ્રભરમાં અમુક અમુક સ્થળોએ ભૂકંપના ગઈરાત્રે હળવા આંચકા આવ્યાનું જાણવા મળ્યું હતું. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે આજે ફરી ભૂકંપનો 3.5ની તીવ્રતાનો આંચકો સિસ્મોલોજી મશીનમાં નોંધાયો હતો. હળવા આંચકાને લઈને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામ, સરપદળ અને બેરાજા ગામમાં ૩.૩ની તિવ્રતાના રાત્રિના 11.16 મીનીટે આંચકા અનુભવાયા હતા. જેને લઈને લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. પણ લોકોએ રાત્રિ દરમ્યાન ધુ્રજારીનો અનુભવ કર્યો હતો.

આમ એક તરફ ભૂકંપના આંચકા અને બીજી બાજુ કોરાનાની મહામારીને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જો કે આ હળવા ભૂકંપથી ક્યાંય કોઇ નુકસાનીના કોઇ વાવડ મળ્યા નથી. જામનગર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કાલાવડ તાલુકાના ખાનકોટડામાં રાત્રે 10.55 વાગ્યે આંચકા અનુભવાયાનું જણાવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *