આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામથી 49 કિમી દક્ષિણ-પૂર્વમાં તેજપુરમાં બપોરે 2.26 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સિસ્મોલોજીના નેશનલ સેંટે આ માહિતી આપી. આ ઉપરાંત, જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજૌરીમાં 2:12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાય હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.
Earthquake of magnitude 2.7 on the Richter Scale occurred 49 km Southeast of Tezpur, Assam, today at 14:26 IST: National Centre for Seismology pic.twitter.com/gb3mNfCOQR
— ANI (@ANI) July 8, 2020
મળતી માહિતી અનુસાર, હજુ સુધી ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલને લગતા નુકસાનના સમાચાર સામે નથી આવ્યા. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના અનેક આંચકા નોંધાઈ ચુક્યા છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના અનેક આંચકા નોંધાયા છે અને જે વિસ્તાર સિસ્મિક ઝોન 5માં આવે છે તે ભૂકંપને લઈ સૌથી વધુ ખતરનાક છે. આ ઝોનમાં સંપૂર્ણ નોર્થ ઈસ્ટની સાથે જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ગુજરાતનું કચ્છ અને ઉત્તરી બિહાર આવે છે.
જાણો ભૂકંપ આવવાનું કારણ:
ધરતી કુલ ચાર સ્તરની બનેલી છે. ઈનર કોર, આઉટર કોર, મેટલ કોર અને ક્રસ્ટ. સૌથી ઉપરના સ્તરને લિસ્ટોફેયર કહે છે. 50 કિલોમીટરના સ્તર અનેક વર્ગમાં વહેંચાયેલા છે જેને ટેક્ટોનિક પ્લેટ કહે છે. ટેક્ટોનિક પ્લેટમાં વધારે કંપન થાય ત્યારે ભૂકંપ આવે છે. ભૂકંપ કોઈ પણ સ્થળે આવી શકે છે. અને કોઈ પણ સમયે આવી શકે છે પરંતુ પ્લેટની બાઉન્ડ્રી પર તેની આશંકા વધારે હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news