BIG BREAKING: અહિયાં આવ્યો અત્યાર સુધીનો સૌથી ભયંકર ભૂકંપ- સેંકડો કિલોમીટર સુધી ડોલવા લાગી બિલ્ડિંગો

ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયા(Australia)ના દક્ષિણ-પૂર્વમાં આવેલા શહેર મેલબોર્ન(Melbourne)માં બુધવારે સવારે 9 વાગ્યે શક્તિશાળી ભૂકંપ(Earthquake) અનુભવાયો હતો. મેલબોર્નની ધરા 5.9ના રિક્ટર સ્કેલના ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપ…

ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયા(Australia)ના દક્ષિણ-પૂર્વમાં આવેલા શહેર મેલબોર્ન(Melbourne)માં બુધવારે સવારે 9 વાગ્યે શક્તિશાળી ભૂકંપ(Earthquake) અનુભવાયો હતો. મેલબોર્નની ધરા 5.9ના રિક્ટર સ્કેલના ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે, ઈમારતો ધરાશાઈ થઇ ગઈ હતી અને દિવાલો પણ ધરાશાયી થઈ હતી. સ્થાનિકોમાં અચાનક આવેલા ભૂકંપના લીધે ભયનો માહોલ છવાય ગયો હતો.

મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે ઘણી બધી ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેરમાં આવેલા ભૂકંપના આંચકા સેંકડો કિલોમીટર સુધી અનુભવવામાં આવ્યા હતા. મેલબોર્નમાં આવેલો આ ભૂકંપને દુર્લભ જણાવી શકાય કારણ કે અહીં ભાગ્યે જ ભૂકંપ આવતો હોય છે. ભૂકંપનું કેંદ્રબિંદુ વિક્ટોરિયા સ્ટેટના મેન્સફિલ્ડમાં નોંધાયું હતું. ઉત્તરપૂર્વ મેલબોર્નથી આ સ્થળ 200 કિલોમીટર દૂર છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર ઊંડે હતી અને આફ્ટરશૉકનો રેટ 4.0 જાણવા મળ્યો હતો.

ભયભીત લોકો ભૂકંપના લીધે રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપ બાદ મેલબોર્નની ચેપલ સ્ટ્રીટમાં ચારેતરફ કાટમાળ જોવા મળ્યો હતો. ઈમારતોમાંથી ઈંટો અને પથ્થર તૂટીને રસ્તા પર પડ્યા હતા. હાલ તેની સોશિયલ મીડિયા પર અનેક વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં ભૂકંપના કારણે થયેલા નુકસાનનો અંદાજો તમે લગાવી શકો છે. મેલબોર્નના ઉત્તર ભાગમાં રહેતા લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોને બિલ્ડિંગ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી.

મેલબોર્નથી 800 કિલોમીટર દૂર આવેલા એડલિડ અને 900 કિલોમીટર દૂર આવેલા સિડનીમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા. જોકે, મેલબોર્ન સિવાય અન્ય કોઈપણ સ્થળે નુકસાન કે, લોકોને ઈજા થયા હોવાની માહિતી મળી નથી. મીડિયાને પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસને કહ્યું હતું કે, કોઈને ગંભીર ઈજા પહોંચી હોય કે, જાનમાલને ભારે નુકસાન થયું હોય તેવી કોઈ માહિતી મળી નથી, જે હાલ સારા સમાચાર છે.

કેફેના માલિક ઝૂમે ફિમે જણાવ્યું હતું કે, ભૂકંપ આવતાની સાથે જ હું બહાર નીકળી ગયો અને રોડ તરફ દોડવા લાગ્યો હતો. તે દરમિયાન આખી બિલ્ડિંગ ધ્રુજી રહી હતી. બારીઓ અને કાચ હલી રહ્યા હતા. એવું લાગ્યું કે, જાણે કોઈ શક્તિશાળી મોજું આવ્યું હોય. મેં પહેલા ક્યારેય આવો અનુભવ કર્યો નથી. આ દરાવનારો અનુભવ હતો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *