જમ્યા બાદ દરેક લોકો વરીયાળી ખાતા હોય છે.આની સુગંધથી ખોરાક લીધા પછી મોઢા માં આવતી દુર્ગંધ દુર થાય છે. ખાસ તો લસણ અને ડુંગળીની વાસને દૂર કરે છે અને તેનાથી મોઢામાં સ્વાદ પણ આવે છે તે ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે તેમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે, તેમાં આર્યન કેલ્શિયમ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આ તત્વો મોટાપો અને કબજિયાતની પરેશાનીને દૂર કરે છે અને આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે.
પેટની ચરબી દૂર કરે છે : જે માણસો તેમનું વજન ઓછું કરવા માંગે છે તેમને રાત્રે ઊંઘતા પહેલા એક ચમચી વરિયાળી ખાવી જોઈએ. આમાં રહેલું ફાઇબર પેટની ચરબીને ઓછું કરવામાં મદદ કરે છે.
કબજિયાત દૂર થાય છે : કબજિયાતની સમસ્યામાં પણ આનું સેવન કરવું ખૂબ જ લાભદાયક છે. સવારે પેટ સારી રીતે સાફ ના થાય તો આખો દિવસ ખરાબ રહે છે. કામ કરવામાં જરાય મન લાગતું નથી તેના માટે પીસેલી વરિયાળીમાં કાળું મીઠું નાખી પાણી સાથે મિક્સ કરી અને પીવું જોઈએ.
આંખોની રોશની : જેની આંખોની રોશની ઓછી થતી જાય છે તેમને એક ચમચી વરિયાળી સાથે રાત્રે બે બદામ ખાવી જોઈએ તેનાથી આંખોની રોશની માં સુધારો આવે છે અને ઘણી વખત ચશ્મા ની પણ જરૂર પડતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.