Edible Oil Prices: દેશમાં હજુ પણ ખાદ્યતેલ(Edible oil)માં ઘટાડો નોંધાઈ તેવી આશાઓ વધી ગઈ છે. હવે સરકારે ખાદ્ય તેલોના ભાવ નિયંત્રણમાં રાખવાની કવાયત શરૂ કરી છે. સરકારની આ કવાયત બાદ ખાદ્યતેલ સસ્તું(Edible oil prices fall) થવાની ધારણા છે. આ સંદર્ભમાં ખાદ્ય સચિવે બુધવારે ખાદ્ય તેલ કંપનીઓ અને તેલ આયાતકારો સાથે બેઠક બોલાવી છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સરકાર ખાદ્યતેલના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓને ખાદ્યતેલની કિંમતો ઘટાડવા માટે કહી શકે છે. સરકાર વતી, કંપનીઓ, ખાદ્યતેલના આયાતકારો અને ઉત્પાદકો બંનેને આ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મળનારી બેઠકમાં દેશમાં ખાદ્યતેલોના ભાવની સમીક્ષા કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આમ છતાં દેશમાં ખાદ્યતેલોની કિંમતો ઉંચી રહી છે. આને ધ્યાનમાં રાખીને સરકાર વતી ખાદ્યતેલના આયાતકારો અને ઉત્પાદકોને વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ આગામી સમયમાં દેશમાં ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્ય તેલના ભાવમાં $400 સુધીનો ઘટાડો થયો છે. થોડા દિવસો પહેલા, કંપનીઓએ પોતે તેલના ભાવમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, પરંતુ તે પૂરતું નથી. હવે આખરે સરકારે આ મામલે હસ્તક્ષેપ કરીને તેલના આયાતકારો અને ઉત્પાદકો સાથે વાત કરવાનું મન બનાવ્યું છે.
આ સંદર્ભે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ મીડિયાને જણાવ્યું છે કે, ખાદ્ય તેલ કંપનીઓ સાથે યોજાનારી બેઠકમાં સરકાર કંપનીઓને વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં થયેલા ઘટાડાના લાભ છૂટક ગ્રાહકો સુધી પહોંચાડવા કહેશે. સરકારના આ નિર્ણય બાદ દેશમાં ખાદ્યતેલોના ભાવમાં નરમાઈ આવશે તેવી આશા છે. મોંઘવારીથી પીડિત લોકો માટે આ મોટી રાહત હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.