ગુજરાતનું લટકતું ભવિષ્ય, જોખમી મુસાફરી કરીને વિદ્યાર્થીઓ ભણવા- કોણ જવાબદાર?

એકતરફ ગુજરાત સરકારે એસટી બસ માટે સલામત સવારી એસટીની સવારીનું સ્લોગન આપ્યુ છે..તો બીજી તરફ એસટીની સવારી કેટલી સલામત છે મુસાફરો માટે તેની સામે સવાલ ઉભા કરતો આ વીડિયો વાયરલ થયો છે..આ વીડિયો બસમાં બેસેલા એક મુસાફર દ્વારા જ વાયરલ કરવામાં આવ્યો છે.

જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસના દરવાજા પર કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે લટકીને મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે.આ વીડિયો કામરેજથી કડોદરાના એસટી બસના રૂટનો હોવાની અત્યારે માહિતી છે એ સામે આવી રહી છે. અહીંથી મુસાફરી કરતા લોકોનું એ પણ કહેવું છે કે બસોની ફ્રિકવનસી ઓછી છે.

જેના કારણે જ શાળા કોલેજના વિદ્યાર્થીઓને 50 મુસાફરોની સીટીંગ કેપેસિટી સામે આ રીતે જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવે છે. મહત્વની વાત તો એ છે કે બસના ડ્રાઇવર કે કંડકટર દ્વારા પણ ઓવર કેપેસિટીમાં મુસાફરો હોય છતા પણ અને દરવાજા પર જીવના જોખમે વિદ્યાર્થીઓ લટકેલા હોય બસને રોકવામાં આવી નહોતી.

હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. અને આ રૂટ પર ફ્રિકવનસી વધારવા અને આવી જોખમી સવારી રોકવા માંગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *