ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને સમગ્ર જનજીવન રાબેતા મુજબ શરુ થઇ ગયું છે. ત્યારે હવે રાજ્યમાં ધોરણ 9 થી 11 ધોરણ સુધીનું શિક્ષણ શરુ થઇ ચુક્યું છે. ત્યારે હવે રાજ્યમાં ધોરણ 6 થી ધોરણ 8ની શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાતમાં ધોરણ 6થી 8ના વર્ગોની શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટમાં ચર્ચા થઇ છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું છે કે, 6થી 8ના વર્ગોની શાળાઓ શરૂ કરવા અંગે 15 ઓગસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે.
રાજ્યમાં કોરોના કેસ ઓછા થતા ધોરણ 9થી 12ના વર્ગો શરૂ થઇ ચુક્યા છે. ત્યારે હવે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાને લઈને પણ સરકાર તૈયારી કરી રહી છે અને 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા પર મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
ગાંધીનગર ખાતે આયોજિત કેબિનેટ બેઠકમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે શાળાઓ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા બાબતે પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં 15 ઓગસ્ટ બાદ ધોરણ 6થી 8ના વર્ગોની શાળાઓ શરૂ કરવાની વિચારણા કરવાનું નક્કી થયુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.