ઓમિક્રોનના હાહાકાર વચ્ચે શિક્ષણમંત્રીએ ઓફલાઇન શિક્ષણને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, કોરોનાની સાથે સાથે ઓમિક્રોન(Omicron)ના કેસમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણ ફરીથી તેજ થતા ઓફલાઇન શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)એ એક મહત્વનું મોટું નિવેદન આપ્યું છે. રાજ્યમાં બાળકો પણ ધીમે ધીમે કોરાનાથી સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે માતા-પિતાની ચિંતામાં પણ વધારો થયો છે. આ પરિસ્થિતિમાં હવે ઓફલાઇન શિક્ષણ(Offline education) બંધ કરવા ઠેર-ઠેર માંગ ઉઠી રહી છે. ત્યારે આ મુદ્દે જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.

કોરોના સંક્રમણ ફરીથી વધવાને કારણે ઓફલાઇન શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે, બાળકોને કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે. તેમણે જણાવતા કહ્યું છે કે, શિક્ષણમાં ઓનલાઈન માટેનો ઓપ્શન ચાલુ જ રહેશે. ઓફલાઈન માટે વાલીઓ પાસેથી ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે અને ઓફલાઇન માટે નિયમનું ખુબ જ કડકાઈથી પાલન કરવાનું રહશે તેવું જણાવ્યું છે.

શિક્ષણમંત્રીએ જણાવતા કહ્યું છે કે, દરેક સ્કૂલોએ કોરોના ગાઈડલાઇનનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. આરોગ્ય વિભાગ સાથે સરકારની વાતચીત ચાલી રહી છે અને અનેકવાર અમારા વિભાગો દ્વારા પરીપત્રો પણ બહાર પાડવામાં આવશે. સાથે જ કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન થવું જોઈએ. આમ પણ વાલીની સંમતિ હોવાને કારણે વિદ્યાર્થીઓ શાળાઓમાં આવતા હોય છે. ત્યારે ફરી એકવાર સંમતિપત્ર લેવાનું અને ડીપીઓ-ડીઇઓ દ્વારા એક ડ્રાઇવ લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

જીતું વાઘાણીએ જણાવતા કહ્યું હતું કે, જે તે વિદ્યાર્થીઓ ઓફલાઇન ભણવા ઈચ્છી રહ્યા છે, તેમના માટે વ્યવસ્થા તાત્કાલિક રૂપે બને એના માટે શિક્ષણ વિભાગને સૂચનાઓ આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિઓને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પણ હાલમાં આ પ્રકારની કડક સૂચનાઓ સાથે આપણી જે ગાઇડ લાઇન છે, તેની યોગ્ય રીતે પાલન થવું ખુબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *