સુરતમાં ચારધામના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લાખોની છેતરપિંડી- પૈસા લઇ અધવચ્ચે રઝળતા મૂકી દીધા

સુરત(ગુજરાત): હાલમાં સુરત (Surat)ના ઘોડદોડ રોડ સ્થિત આવેલ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા ચારધામ યાત્રાના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઊઠી છે. મળતી માહિતી મુજબ,…

સુરત(ગુજરાત): હાલમાં સુરત (Surat)ના ઘોડદોડ રોડ સ્થિત આવેલ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા ચારધામ યાત્રાના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઊઠી છે. મળતી માહિતી મુજબ, મનિષ ટુર એન્ડ ટ્રાવેલ (Manish Tour & Travel) નામના એજન્ટ દ્વારા યાત્રા દરમિયાન હેલિકોપ્ટર (Helicopter) સહિતની સુવિધાના નામે છેતરપીંડી કરવામાં આવી હતી. ટિકિટ બુકિંગ (Ticket booking) કરી લીધા બાદ યાત્રામાં એક પણ સુવિધા આપી નહોતી. છેતરપિંડી કરી હોવાથી એક મહિલાએ વિડીયો વાયરલ કરીને પોતાની આપવીતી જણાવી હતી.

ટ્રાવેલના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોના દાદાગીરીના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે સુરતના 21 યાત્રિકોને પણ ટ્રાવેલ્સ સંચાલકનો કડવા અનુભવ થયો છે. ટ્રાવેલ મેનેજર પર દગો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુરતના 21 યાત્રાળુઓનું ટોળું ચારધામની યાત્રાએ નીકળ્યું હતું. આ દરમિયાન, યાત્રિકોને હેલિકોપ્ટર અને ડોલી સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અને ટ્રાવેલ મેનેજરે કોઈ અગવડ નહિ પડે તેવી ખાતરી આપી હતી.

એટલું જ નહિ હેલિકોપ્ટર, ડોલીના નામે રૂપિયા પણ લઇ લીધા હતા. તેમ છતાં યાત્રામાં એક પણ સુવિધા આપી ન હતી. બાદમાં યાત્રામાં સામેલ અશક્ત વૃદ્ધો અને શારીરિક તકલીફ ભોગવતા લોકોને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ થતાં આ મામલે મહિલા દ્વારા સુરત પોલીસની મદદ માંગતો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, ભોગ બનનાર મુસાફરો દ્વારા પરત આવીને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ઉપરાંત, બારડોલીથી કેદારનાથની યાત્રાએ ગયેલા 84 યાત્રીઓ સાથે ટ્રાવેલ્સ સંચાલકે છેતરપિંડી કર્યાની ઘટના હજી તાજી જ છે. ટ્રાવેલ્સ સંચાલકે 13.21 લાખ રૂપિયામાં સમગ્ર પ્રવાસ નક્કી કર્યા બાદ યાત્રીઓએ કુલ 11.45 લાખ ચૂકવી દીધા હતા. પરંતુ, ટ્રાવેલ સંચાલકે કેદારનાથ જવાની પરવાનગી લીધી ન હોવાથી તમામ યાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા અને ટ્રાવેલ સંચાલક યાત્રીઓને ત્યાં જ મૂકી તે ફરાર થઇ ગયો હતો. જેને પગલે પોતાના ખર્ચે ઘરે પરત ફરેલા યાત્રીઓ દ્વારા બારડોલી ટાઉન પોલીસ મથકમાં ટ્રાવેલ્સ સંચાલક વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *