સુરત શહેરના કતારગામ વિસ્તારના પોલીસે શ્રી રંગદર્શન સોસાયટી પંચરત્ન એપાર્ટમેન્ટનાં એક ફ્લેટમાં છાપો મારી ત્યાં જુગાર રમતા હીરાનાં વેપારીઓ, રત્નકલાકારો સહિત કુલ 8 વ્યક્તિને ઝડપી લીધા રોકડા રૂપિયા 24,500 તેમજ 6 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 67,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસનાં સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારનાં પોલીસને મળેલી બાતમીનાં આધારે ગઈરાત્રે કતારગામ વિસ્તાર ધનમોરા ચાર રસ્તા પાસે શ્રી રંગદર્શન સોસાયટી પંચરત્ન એપાર્ટમેન્ટનાં બીજા માળે ફલેટ નં.206 માં રહેતાં રત્નકલાકાર ભરત ધીરૂભાઈ તરસરીયા (ઉંમર વર્ષ-26)નાં ઘરે છાપો મારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ત્યાં ફ્લેટમાં જુગાર રમતાં ભરત સિવાય રત્નકલાકાર પ્રવિણ બાબુભાઇ રાવળ (ઉંમર વર્ષ-40, રહેઠાણ- ઘર નંબર એ-89, શીવછાયા સોસાયટી, વેડરોડ,સુરત), અને રત્નકલાકાર બાલકુષ્ણ ભીખાભાઇ પાંડવ (ઉંમર વર્ષ-24, રહેઠાણ બી-11, ભકિતનગર સોસાયટી, ઘનમોરા ચાર રસ્તા, કતારગામ, સુરત), અને ખાનગી નોકરી કરતાં જેમીન ધીરૂભાઇ તરસરીયા (ઉંમર વર્ષ-22, રહેઠાણ- ફલેટ નં.206, પંચરત્ન એપાટમેન્ટ, રંગદર્શન સોસાયટી, ઘનમોરા ચાર રસ્તા, કતારગામ, સુરત), અને ખાનગી નોકરી કરતાં વિપુલ ગોરધનભાઈ વોરા (ઉંમર વર્ષ-22, રહેઠાણ- ઘર નં.10, મગનનગર વિભાગ 1, કતારગામ, સુરત), મજૂરીકામ કરતાં મુકેશ લાલજીભાઇ વોરા (ઉંમર વર્ષ-27, રહેઠાણ-ઘર નં.11, મગનનગર વિભાગ 1, કતારગામ, સુરત), અને હીરા ઘસનાર અલ્પેશ લક્ષ્મણભાઇ સોડાગર (ઉંમર વર્ષ-28, રહેઠાણ- એ 1 બી, અવધુત નગર, કતારગામ, સુરત) તેમજ હીરાનાં વેપારી હિરેન ભુપતભાઇ વોરા (ઉંમર વર્ષ-34, રહેઠાણ- એ-91,યજ્ઞ ફલેટસ, ઘનમોરા ચાર રસ્તા, કતારગામ, સુરત) ને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા કુલ 24,500 રૂપિયા તેમજ 43,000 રૂપિયાની કિંમતનાં કુલ 6 મોબાઈલ ફોન એમ મળી કુલ 67,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધારે કાર્યવાહી ચાલુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle