હાથમાં નાડાછડી બાંધવાથી શું થાય છે? આ હકીકત જાણી ક્યારેય હાથમાંથી કાઢશો નહિ!

હાથના કાંડા પર નાડાછડી બાંધવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે, જે સ્વાસ્થય સાથે સંકળાયેલ છે. આજે નાડાછડી બાંધવા પાછળનું સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું કારણ જણાએ.

શું તમે આ મુદ્દા પર ક્યારેય ધ્યાન આપ્યું છે કે, જુદા જુદા ધર્મોમાં પૂજાપાઠ સાથે જોડાયેલ વિવિધ કાર્યોમાં જુદા જુદા પ્રકારના નિયમો હોય છે. અને આ તમામ ધાર્મિક કાર્યોની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ જરૂર સંકળાયેલું હોય છે. તેમાંથી એક મુદ્દો પૂજાપાઠ વખતે હાથમાં નાડાછડી બાંધવાનો છે.

વિશેષ પૂજા-પાઠ વખતે હિન્દુ ધર્મમાં હાથના કાંડા પર નાડાછડી બાંધવાનો રિવાજ છે. નાડાછડીને હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વની માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, હાથના કાંડા પર નાડાછડી બાંધવાની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે, જે સ્વાસ્થય સાથે જોડાયેલ છે.

નાડાછડી દેખાવે લાલ અને કેસરી રંગની હોય છે. શાસ્ત્રો મુજબ, આ નાડાછ્ડીને ‘રક્ષા સૂત્ર’ પણ કહેવામાં આવે છે. લોક માન્યતા અનુસાર, હાથના કાંડા પર નાડાછડી બાંધવાથી જીવનમાં આવનારા સંકટોથી રક્ષા થાય છે. પરંતુ આ નાડાછડી તમને અનેક રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે. જેને લીધે આ નાડાછડીને ‘રક્ષા સૂત્ર’ પણ કહેવામાં આવે છે.

હિન્દુ શાસ્ત્રમાં હાથમાં નાડાછડી બાંધવાનું એ મહત્વનું દર્શાવવામાં આવ્યુ છે. જેના અનુસાર, હાથમાં નાડાછડી બાંધવાથી ત્રિદેવો અને ત્રણ મહાદેવીઓની કૃપાવર્ષા થાય છે. આ ત્રણેય મહાદેવીઓમાં પ્રથમ મહાલક્ષ્મી છે, જેમની કૃપાથી ધન સંપત્તિ આવે છે. બીજા મહાદેવી એ સરસ્વતી છે, જેમની કૃપાથી વિદ્યા અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે.

અને ત્રીજા મહાદેવી છે મા કાળી, જેમની કૃપાથી મનુષ્ય એ બળ અને શાંતિ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રો અનુસાર, નાડાછડીનો રંગ અને તેનો એક એક દોરો એ મનુષ્યને શક્તિ પ્રદાન કરે છે. ફક્ત એને બાંધવાથી જ નહિ, પરંતુ તે નાડાછડીને સજાવટની વસ્તુઓની વચ્ચે ઘરમાં મૂકી રાખવીથી સુખ-શાંતિ આવે છે.

અને વિચારોમાં હકારાત્મકતા પણ જોવા મળે છે .એવું માનવામાં આવે છે કે, નાડાછડીમાં દેવી-દેવતાઓં રહેલા હોય છે. નાડાછડીનો એક એક દોરો કાચા સૂતરમાંથી તૈયાર કરવામાં આવતો હોય છે. તે પીળા, સફેદ, લાલ અને કેસરી રંગના હોય છે.

આ નાડાછ્ડીને હાથના કાંડા પર બાંધવાથી પણ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. હાથના કાંડા પર નાડાછડી બાંધવાથી તે હંમેશા નસ સાથે જોડાયેલ રહે છે, જે અનેક બીમારીઓ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. તેને હાથ ઉપર બાંધેલ હોવાથી શરીરમાં લોહીનું પ્રસારણ સારુ થાય છે.

જેના લીધે રક્તચાપ, હૃદયરોગ, ડાયાબિટીસ અને લકવા જેવી ગંભીર બીમારીઓ પણ દૂર કરી શકે છે. જ્યારે તમે કાંડા પર નાડાછડી બાંધો છો તો તે એક્યુપ્રેશર મુજબ, નાડાછડી એ તમને મજબૂત અને તંદુરસ્ત રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *