રાજસ્થાનમાં આવેલા બાડમેર માંથી એક ખુબજ દુઃખત ઘટના સામે આવી છે. આ ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી પ્રસરી વળી છે. સિંધરી શહેરના હોડુ ગામમાં બે સગા ભાઈઓના મોત થયાની ઘટના સામે આવી છે. નાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને મોટો ભાઈ ઘરે આવ્યો અને પાણીની ટાંકીમાં પડી જતાં તેનું પણ મોત થઇ ગયું.
બંને ભાઈઓના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુમેર સિંહ જેની ઉંમર 26 વર્ષ હતી. તે ગુજરાત રાજ્યના સુરત શહેરમાં નોકરી કરતો હતો. તે હોડુ ગામના સરનનો રહેવાસી હતો. મંગળવારે તે પગ લપસવાથી અગાસી પરથી નીચે પડ્યો અને ગંભીર ઈજા થઇ હતી અને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન સુમેરસિંહનું હોસ્પિટલમાં જ મોત નિપજ્યું હતું.
સુમેરના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સરન લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ નાના ભાઈના અવસાનની વાત સાંભળીને મોટાભાઈ ગામમાં બોલાવવામાં આવ્યો હતો. બુધવારે સવારે સોહન સિંહ ઘરથી દૂર આવેલી ટાંકીમાંથી પાણીની ડોલ ભરવા માટે ગયો હતો. ત્યારે તે અચાનક ટાંકીમાં પડી ગયો અને તેનું મોત થયું હતું. તેની ઉંમર 28 વર્ષ હતી.
સોહનસિંહ જયપુરમાં સેકન્ડ ગ્રેડની તૈયારી કરી રહ્યો હતો અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આ ઘટના બાદ પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. મળેલી માહિતી અનુસાર સોહન લાંબા સમય સુધી ઘરે પરત ન ફર્યો ત્યારે પરિવારના સભ્યો ટાંકી પાસે ગયા, ત્યાં જઈને જોયું તો તેનો મૃતદેહ પાણીમાં તરતો હતો.
ત્યાર બાદ તત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસને જાણ થતા તરતજ ઘટના સ્થળે પહોચ્યા અને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. ગામના લોકો સાથે વાત કરતા જાણ થઇ કે, બંને ભાઈઓ વચ્ચે ખુબજ સારો તાલમેલ હતો. સોહમ સિંહ ભણવામાં હોંશિયાર હતો અને સુમેર સિંહ ભણવામાં થોડો નબળો હતો. નાનો ભાઈ મોટા ભાઈનો ભણતરનો ખર્ચ પૂરો પડતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.