હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી હોવાંથી કોરોનાથી સંક્રમિત થયેલ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. કોવિડની મહામારીમાં અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલની કુલ 1,200 બેડનાં એક સિક્યોરિટી ગાર્ડે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ દર્દીના ખોવાઈ ગયેલ કુલ 4.20 લાખ પરત આપીને ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલમાં થોડા સમય પહેલાં વર્ગ-4ના કર્મચારીઓ દ્વારા ICUમાં દાખલ કરવામાં આવેલ દર્દી તેમજ મૃતદેહ પરથી દાગીના કાઢી લેવાયાની ફરિયાદ સાંભળવા મળી હતી, પણ બે-ત્રણ દિવસ અગાઉ કુલ 1,200 બેડ કોવિડ હોસ્પિટલના વોર્ડમાં સારવાર લઇ રહેલ નિવૃત્ત તેમજ એકલવાયું જીવન જીવતા વૃદ્ધ પોતાની સાથે કુલ 4.20 લાખ રૂપિયા લઇને આવ્યા હતા.
ત્યારપછી એમની તબિયત લથડતાં એમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની પાસે રહેલ પૈસાની થેલી વોર્ડમાં જ રહી ગઇ હતી. આ અંગે એમણે હોસ્પિટલની સિક્યોરિટી એજન્સીના સ્ટાફને જાણ કરતાં સિક્યોરિટીના હેડ ગાર્ડ અરવિંદ સોલંકીએ તપાસ કરીને કુલ 4.20 લાખ રૂપિયાથી ભરેલી થેલી દર્દીને સોંપવામાં આવી હતી.
હોસ્પિટલે શહેરની બહાર રહેતા દર્દીના પુત્રને બોલાવી રૂપિયાની થેલી પાછી આપી દીધી હતી. સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.જયપ્રકાશ મોદી કહે છે કે, હોસ્પિટલમાં સિક્યોરિટી વ્યવસ્થા સંભાળતી એજન્સીના હેડગાર્ડે દર્દીના કુલ 4.20 લાખ શોધીને પરત આપી ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle